મેઘના ગાંધીના ‘હૃદયથી નયન સુધીની સફર’ પુસ્તક પ્રકાશીત થયું

93

મેઘના ગાંધી-એક એવું વ્યક્તિત્વ કે જે ઉત્સાહ અને નિર્દોષ હાસ્યથી ભરપૂર રહેતા હોય અને બીજાને રાખતાં પણ હોય.
સમાજમાં સ્ત્રીઓના ઉત્કર્ષ માટે મેઘના ગાંધીએ એક નવીનતમ વિચારથી શરૂઆત કરી અને એક પુસ્તક પ્રકાશિત કર્યું-“હ્રદયથી નયન સુધીની સફર”.જેમાં ૧૦ અલગ અલગ ક્ષેત્રની પ્રતિભાશાળી મહિલાની જીવનકથા આવરી લેવામાં આવી છે. તેમણે તે પછી “એડ્યુહોરાઇઝોન ઇનફાઇનાઇટ લર્નિંગ”નામની સંસ્થા પણ શરૂ કરી જેનો હેતુ સમાજની જરૂરિયાત ધરાવતી સ્ત્રીઓને અલગ અલગ રીતે મદદરૂપ થવાનો છે. કોઇ સ્ત્રીને જો શિક્ષિત કરવી હોય કે પછી કોઇને પ્રેક્ટિકલી ગાઇડન્સ આપવી હોય, તે દરેકને માટે મેઘના ગાંધી ખડેપગે હાજર રહેવા તત્પર છે. તેઓ આ માટે દર પંદર દિવસે સમાજની જાણીતી અને સફળ મહિલાઓ સાથે ઓનલાઇન સેશન પણ રાખે છે. મેઘના ગાંધી આંતરિક શક્તિઓ ની નિષ્ણાત, લેખિકા, આયૅન લેડી તેમજ એક સફળ માતા અને ગૃહિણી છે.

Previous articleહોમગાર્ડ જવાનના પરિવારને રૂા.૨૫ હજારની સહાયનો ચેક અર્પણ કરાયો
Next articleરાષ્ટ્રીય કક્ષાએ ગોધરાના નવ વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડથી સન્માનીત