હોમગાર્ડ જવાનના પરિવારને રૂા.૨૫ હજારની સહાયનો ચેક અર્પણ કરાયો

9

ભાવનગર જિલ્લાનાં તળાજા હોમગાર્ડઝ યુનિટનાં હોમગાર્ડઝ જવાન ઈશ્વરભાઈ સરધારાનું ગત મેં-૨૦૨૦૧ દરમ્યાન સામાન્ય બીમારી દરમ્યાન અવસાન થતા ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી શંભુસિંહ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ તળાજા યુનિટના ઓફિસર કમાન્ડિંગ ડી.પી. જોશી દ્વારા સ્વર્ગસ્થ હોમગાર્ડઝ જવાન ઈશ્વર ભાઈ સરધારાનાં વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી સહાય મળે તે ગુજરાત હોમગાર્ડઝ દળની વાળી કચેરી ખાતે યોગ્ય દરખાસ્ત કરતા તળાજાનાં સ્વર્ગસ્થ હોમગાર્ડઝ જવાના ઈશ્વરભાઈ સરધારાનાં પત્ની આશાબેનને રૂપિયા બે લાખ પાંચ હજારની રકમ મંજૂર કરવામાં આવી હતી. આજરોજ હોમગાર્ડઝ જવાન ઈશ્વરભાઈ સરધારાનાં પત્ની આશાબેન સરધારાને હોમાગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી આવેલ રકમનો ચેક ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા તથા જેસર તાલુકાના કાત્રોડી ગામનાં સરપંચ ધર્મેન્દ્ર સિંહ સરવૈયાનાં હસ્તે આપવામાં આવ્યો હતો.