ભાવનગર નજીક સિહોરના ભડલી ગામે સશસ્ત્ર ધિંગાણું

7

શેઢા તકરાર બાબતે થયેલી મારામારીમાં તિક્ષણ હથિયારોનો છુટથી ઉપયોગ : ત્રણને લોહીયાળ ઈજા
સિહોર તાલુકાના ભડલી ગામે એક જ કોમના બે પરિવાર વચ્ચે શેઢા તકરાર બાબતે મારામારી થયેલ જેમાં તિક્ષણ હથિયારોનો છુંટ ઉપયોગ થતા ત્રણ વ્યક્તિઓને લોહીયાળ ઈજાઓ થતા સિહોર હોસ્પિટલ ખસેડાયેલ છે જ્યારે સિહોર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળેલ છે. ભડલી ગામે જમીન બાબતે બે પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયેલ જેમાં તલવાર, છરી, ધોકા સહિતનો છુટ ઉપયોગ થતા રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૩૫, દશરથસિંહ ગોહિલ ઉ.વ.૪૦ અને ટેમુભા ગોહિલને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે સિહોર હોસ્પિટલ ખસેડાયેલ છે.