લોકોએ માસ્ક દંડમાં ચુકવ્યા ૯ કરોડ

7

ગાઇડલાઇન પ્રમાણે માસ્ક ફરજીયાત પરંતુ રાજકીય મેળાવડાઓમાં સરેઆમ ભંગ : શહેરના કેટલાક પોઇન્ટ પર માસ્કનું થતું ચુસ્ત ચેકીંગ
રાજ્યમાં કોરોનાને અટકાવવા નિતનવા પગલાં રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યા હતા જેમા માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું. માસ્ક ન પહેરનાર લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ પ્રમાણે દંડ વસુલ કરવામાં પણ આવે છે.લોકો પાસેથી દંડ વસુલવામાં આવે છે પરંતુ નેતાઓને નિયમનું કશું જ લાગે વળગતું નથી. ભાવનગરના લોકોએ અત્યાર સુધીમાં દંડ પેટે ૯ કરોડ રૂપિયા સરકારને ચુકવ્યા પરંતુ સરકારી પદાધિકારીઓ કે રાજકીય અગ્રણીઓના કાર્યક્રમમાં દંડ વસુલાયો હોય તેવો કિસ્સો નોંધાયો નથી. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ છે. જો કે, હવે માસ્ક કોરોણે મુકાઇ ગયો હોય તેમ જણાય છે. ભાવનગર શહેરમાં દાદાસાહેબ દેરાસર પાસે સહિતના કેટલાક પોઇન્ટ પર હજુ પણ દંડ વસુલવા પોલીસ ઉભી હોય છે અને લોકો દંડાય છે પણ ખરા. જો કે, જ્યાં સરકારના જાહેર કાર્યક્રમ થાય છે. રાજકીય મેળાવડા કે પછી જાહેર સભાઓ થાય છે ત્યાં પોલીસ માસ્ક ન પહેરનાર રાજકીય લોકો પાસેથી દંડ વસુલતી નથી તેવી ફરિયાદ અને આક્રોશ પહેલેથી જ રહ્યો છે. માસ્કનો લઈને હાલ તો સરકારને ૨ અબજ ૯૩ લાખની આવક થઈ છે. મોંઘવારી, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને છેલ્લે માસ્કન દંડનો બીજો પ્રજાએ ઉઠાવવો પડી રહ્યો છે. માસ્કથી સંક્રમણ ઘટે કે ન ઘટે પણ સરકારની તિજોરી ભરાઈ રહી છે