સરકારની “હર ઘર તિરંગા” મુહીમમાં જોડાવા શાસ્ત્રીજી હરીપ્રકાશદાસજી ની સૌ નાગરિકોને અપીલ

4

દેશભક્તિ દરેક નાગરિકના લોહીના કણ કણમાં છે ત્યારે તમામ લોકો ઘરના આંગણે તિરંગાને લહેરાવે અને રાષ્ટ્રભાવના ઉજાગર કરે : શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી
( અથાણાવાળા), સાળંગપુર

”હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દેશભરમાં અનેક ઉત્સવોની ઉજવણી થઈ રહી છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાવા સમગ્ર દેશમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તા.૧૩થી ૧૫ ઓગસ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ સહિતની જગ્યાઓ પરથી આન,બાન અને શાન સાથે તિરંગો લહેરાવશે. ત્યારે આ અભિયાનમાં બોટાદ જિલ્લાનું સાળંગપુરધામ પણ જોડાયું છે.બોટાદના સાળંગપુરધામના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા)એ અભિયાનમાં જોડાવા દેશ- વિદેશમાં વસતા ભારતવાસીઓ અને બોટાદવાસીઓને તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી તિરંગાને ગૌરવભેર અને સન્માન સાથે લહેરાવવા અપીલ કરી છે. તેઓ જણાવે છે કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનો ઉત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. જો રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું આપણું સન્માન વધશે તો દેશ પ્રત્યે પણ સન્માન વધશે. દેશભક્તિ દરેક નાગરિકના લોહીના કણ કણમાં છે. લોકો પોતપોતાના ઘરના આંગણે તિરંગાને લહેરાવે અને દેશભક્તિ ઉજાગર કરે. સ્વામી હરિપ્રકાશદાસજીએ દેશવાસીઓને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, જે રીતે તિરંગાની શાન યુક્રેનમાં જોવા મળી હતી તેવી જ શાન સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની જોવા મળે તેવી તમામને શુભેચ્છા અર્પુ છું.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ