ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીની આજથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગાર્યું

15

ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીની આજથી સોમવારના રોજ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે તેના પડતર પ્રશ્નો મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ઉકેલ નહીં આવતા આંદોલનનો માર્ગ છેડાયું છે, જેને લઈ આજરોજ જિલ્લા પંચાયત ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ ની વિવિધ માંગણીઓ ને લઇ હડતાલનું શસ્ત્ર ઉગાર્યું છે જેમાં તેઓની મુખ્ય માંગણીઓ ગ્રેડ પેમાં વધારો માંગણી કરી છે, કોરોનાકાળ દરમ્યાન તથા શનિ-રવિમાં કરેલા 98 દિવસનો વધારાનો પગારની માંગણી કરી છે, કોરોનાકાળ દરમ્યાન આરોગ્ય કર્મચારીના 61 જેટલા કર્મચારીઓ કોરોનાનો ભોગ બની શહીદ થયા છે ઝીરો પીટીએ છે એટલે કે આઠ કિલોમીટરની ત્રિજ્યા હટાવી ઝીરો કિલોમીટર પીટીએ ભથ્થું મળે તેવી મુખ્ય માંગણીઓ છે, ભાવનગર જિલ્લા સહિત રાજ્યમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોને ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારમાં અગાઉ પણ સમ્યાન્તરે રજૂઆત કરવામાં આવી છે છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી આખરે આજથી અચોક્કસ મુદત હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરાયો છે જેથી જિલ્લા પંચાયતના તમામ FHW, MPHW, હેલ્થ સુપરવાઇઝરો અને ફિલ્ડ હેલ્થ સુપરવાઇઝર, ટી.એસ.એસ, ટી.એચ.વી તથા જિલ્લા કક્ષાના સુપરવાઇઝરો કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, આ અંગે ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે સરકારને આ અગાઉ પણ ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આજથી ભાવનગર અને ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ અ ચોક્કસ મુદત હડતાલ પર જઈ રહ્યા છે, ગુજરાત રાજ્યના 15,000 જેટલા કર્મચારીઓ તથા ભાવનગર જિલ્લાના 600 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે જ્યાં સુધી સરકાર અમારી માગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

Previous article‘હર ઘર તિરંગા’ અભિયાનની ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજી ડેમની અંદર પાણીમાં તિરંગા ફરકાવવી અનોખી ઉજવણી
Next articleસરકારની “હર ઘર તિરંગા” મુહીમમાં જોડાવા શાસ્ત્રીજી હરીપ્રકાશદાસજી ની સૌ નાગરિકોને અપીલ