જીતુ વાઘાણીનાં સન્માનમાં ભવ્ય રેલી

686

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંસદની ચૂંટણીમાં થયેલી ભવ્ય જીતનાં સારથી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી ગુજરાતનાં વિજય બાદ પ્રથમ વખત ભાવનગર આવતા શહેર ભાજપ દ્વારા તેમના અભિવાદનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી જશોનાથ ચોકની ચિત્રા મસ્તરામબાપા મંદિર સુધી નીકળી હતી. જેમાં કેસરીયા ટીશર્ટ સાથેનાં યુવાનો સહિત બે હજાર જેટલા બાઇક સવારો જોડાયા હતા. તેમજ શહેર યુવા પ્રમુખ સનતભાઇ મોદી સહિત સંગઠનનાં હોદ્દેદારો જોડાયા હતા. ઠેર ઠેર જીતુભાઇનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Previous articleસવાઇગરની શેરીમાં મકાન પડતા ત્રણ વાહનો દબાયા
Next articleગુજરાતમાં ભાજપનાં વિજયરથનાં સારથી જીતુભાઇ વાઘાણીનો ભવ્ય સન્માન સમારોહ