ગુજરાતમાં ભાજપનાં વિજયરથનાં સારથી જીતુભાઇ વાઘાણીનો ભવ્ય સન્માન સમારોહ

566

તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જ્વલંત વિજય થયેલ છે. ગુજરાતમાં આ ચૂંટણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. જીતુભાઇ વાઘાણીની આ સિદ્ધિને બિરદાવવા રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ભાવનગર નાગરિક અભિવાદન સમિતિના નેજા હેઠળ ભાવનગરના વિવિધ એસોસીએશનો જેમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ચિત્રા ઇન્ડરસ્ટ્રીઝ એસોસીએશન, ભાવનગર પ્લાસ્ટીક મેન્યુફેક્ચરીંગ એસોસીએશન, ભાવનગર ડીસ્ટ્રીક્ટ સોલ્ટ મેન્યુ. એસોસીએશન, બિલ્ડર એસોસીએશન, શીપ રીસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ભાવનગર સ્ટીલ રી-રોલીંગ મીલ એસોસીએશન, ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસીએશન અને ડાયમંડ મેન્યુ. એસોસીએશન સહિતના એસોસીએશન તથા સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ, પ્રતિષ્ઠીત નાગરિકો વિગેરે દ્વારા આજરોજ સન્માન અને અભિવાદન સમારોહ યોજવામાં આવેલ.

કાર્યકર્મના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનદ મંત્રી કીરીટભાઇ સોનીએ શાબ્દીક પ્રવચનની સાથે સાથે જીતુભાઇ વાઘાણીની ભાવનગર પશ્ચિના ધારાસભ્ય તરીકેની તથા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરીને બીરદાવતા જણાવેલ કે તેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત વિદ્યાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં અને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય પ્રાપ્ત થયેલ છે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઉદ્દબોધન કરતા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે ભાવનગર જિલ્લાની જનતા છેક છેવાડાથી લઇને સાંસદ સભ્યની ચૂંટણી સુધીના તમામ સ્તરે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહેલ છે. તેનું અમને ગૌરવ છે. અને જિલ્લાની પ્રજાનો પણ કોઇપણ કામગીરી માટે અમારી ઉપર હક્ક છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ભાવનગરની પ્રજા તરફથી હંમેશા તેમને સાથ સહકાર હુંફ અને લાગણી મળેલ છે. તે અંગે આનંદની અને આભારની લાગણી વ્યક્ત કરેલ. સાથે સાથે તેઓએ ભાવનગરના સર્વાંગી વિકાસ માટે સદાય સક્રિય રહેશે એમ જણાવેલ. તેઓએ રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાના વિકાસ માટે થયેલ અને થનાર વિકાસના કાર્યોની છણાવટ કરેલ.

રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે અને સાંસદ ભારતીબેન શિયાળે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની માઇક્રો લેવલ પ્લાનીંગ સાથેની કામગીરીને બિરદાવેલ. આ પ્રસંગે મેયર મનભા મોરી, શહેર જિલ્લા ભાજપના આગેવાનો, સરકારી અધિકારીઓ, સાધુસંતો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ તથા વિવિધ જ્ઞાતિના હોદ્દેદારો, પ્રતિષ્ઠિત નાગરિકો વિગેરે સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ.

Previous articleજીતુ વાઘાણીનાં સન્માનમાં ભવ્ય રેલી
Next articleતનુશ્રીએ મુંબઈ પોલીસ પર આરોપ લગાવીને કહ્યું, પૈસા ખાઈને હેરેસમેન્ટનો કેસ બંધ કર્યો