ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે ૬ નામ શોર્ટલિસ્ટ કરાયા, રવિ શાસ્ત્રી પ્રબળ દાવેદાર

0
131

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની પસંદગી માટે ૬ નામોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. કપિલ દેવની અધ્યક્ષતાવાળી ૩ સદસ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિએ આ નામોનું શોર્ટ લિસ્ટ કર્યું છે. આ યાદીમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ સામેલ છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદ માટે સીએસી દ્વારા પસંદ કરેલ છ નામોમાં રવિ શાસ્ત્રી, ન્યુઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, પૂર્વ વેસ્ટ ઇન્ડીઝ ઓલરાઉન્ડર અને અફાગનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સાઇમંસ, ટીમ ઇન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ફિલ્ડીંગ કોચ રોબિન સિંહના નામ સામેલ છે. ૧૬ ઓગસ્ટથી શરૂ થતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે ચૂંટાયેલ ઉમેદવારોને સીએસી સામે તેમની પ્રેઝેન્ટેશન રજૂ કરવી પડશે.

ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના એક સપ્તાહ અથવા તેના આગામી સપ્તાહ સુધી ૩ સભ્યોની સીએસી નિર્ણય લેશે. સીએસીમાં કપિલ દેવ સિવાય, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટોમ મૂડી આ પદ માટે પ્રબળ દાવેદાર છે કારણે કે તેમની કોચિંગ હેઠળ શ્રીલંકાની ટીમ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચી હતી. જ્યારે ૨૦૧૬માં આઇપીએલમાં ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની કોચિંગ હેઠળ ચેમ્પિયન બની હતી. ટોમ મૂડી પાસે પ્લેયર અને કોચ તરીકે અનુભવ પણ સારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here