આજે કોઇપણ દેશ યુદ્ધ ઇચ્છતુ નથી : દોભાલ

364

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે સુરક્ષા એજન્સીઓને આતંકવાદ સામે લડવા માટે તોરતરીકાને બદલી નાંખવા માટે સૂચન કરીને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હુતં કે, પાકિસ્તાનને આતંકવાદીઓનું સમર્થન મળેલું છે. સાથે સાથે પાકિસ્તાન આતંકવાદીઓની સાથે રહેલું દેશ છે. ઇસ્લામાબાદને આમા ખાસ વિશેષતા મળેલી છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાનની રાષ્ટ્રીય નીતિ બની ગઈ છે. હાલમાં પાકિસ્તાન પર એફએટીએફનું વ્યાપક દબાણ છે. દોભાલે રાષ્ટ્રીય તપાસ સંસ્થાને નિર્દેશ આપતા કહ્યું હતું કે, તે દેશમાં આતંકવાદી વિચારધારાને ખતમ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે.

આતંકવાદ સામે લડવા માટે દોભાલે કહ્યું હતું કે, એજન્સીઓને પ્લાન એનઆઈની એટીએસ તથા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમને માહિતી છે કે, આતંકવાદને મદદ બહારથી મળે છે. ભારતમાં મદદ કરનાર કોઇ નથી. ત્રાસવાદ પર તપાસ સમયસર થાય તે જરૂરી છે. દોભાલે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન પર હાલમાં સૌથી વધારે દબાણ એફએટીએફ તરફથી છે. દોભાલે એમ પણ કહ્યું હતુું કે, આજે કોઇ દેશ યુદ્ધ ઇચ્છતુ નથી. કારણ કે કોઇપણ પરિણામને લઇને ખુશ હોઈ શકે નહીં. આવી સ્થિતિમાં રાજ્ય પ્રાયોજિત આતંકવાદ મારફતે દુશ્મનોને નુકસાન પહોંચાડવાના પ્રયાસ થાય છે.

Previous articleસપ્ટેમ્બરમાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૦.૩ ટકા સુધી થયો
Next articleમોદી અદાણી-અંબાણીના લાઉડસ્પીકર છે : રાહુલ