રાજ્યના રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલએ ભાવનગર ખાતે આયોજીત ૬૫મો નેશનલ સ્કુલગેમ્સ જુડો ટૂર્નામેન્ટનુ ઉદધાટન કર્યુ

1441

ગુજરાતના યુવાધનને રમત ગમત શ્રેત્રે સક્રીય બનાવી તેનામા રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેમને સિધ્ધીના શિખરે લઈ જવાના શુભ હેતુસર તે સમયના ગુજરાતના માન.મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦મા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી તેના ફળ સ્વરૂપે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૯ સુધીમા રાજ્યના છેવાડાના ગામડાના ખેલાડીઓની શક્તિઓ બહાર આવી અને આ પ્રતિભાઓએ એશિયન ગેમ્સ સહિતની રમતોમા ગોલ્ડ મેડલ મેળવ્યા. ડાંગ જિલ્લાની સવિતા ગાયકવાડએ ગોલ્ડ મેડલ મેળવતા રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકાર તરફથી આ દિકરીને રૂ.૧ કરોડ નો ચેક, દક્ષીણ ગુજરાતની સહકારી સંસ્થાઓએ રૂ.૬૬ લાખનો ચેક અર્પણ કર્યો હતો.


. આપણા ગુજરાતના હરમિત દેસાઈ, અંકીતા ઠક્કર સહિતના કેટલાય ખેલાડીઓએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર દેખાવ કરી ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને તેઓ આગળ વધી શકે તે હેતુથી રાજ્ય સરકારે ૧) ખેલ મહાકુંભ, ૨) દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભ, ૩)ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સંકુલ, ૪) સ્વામી વિવેકાનંદ સેન્ટર ઓફ એક્સલેન્સી, ૫) સમર કોચીંગ કેમ્પ, ૬) શક્તિદુત યોજના, ૭) ઈન સ્કૂલ યોજના, ૮) ખેલ પ્રતિભા પુરસ્કાર, ૯) મહિલા ખેલાડી પુરસ્કાર યોજના અમલમા મુકી છે તેમ રાજ્યના રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલએ ભાવનગરના સિદસર રોડ પરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટસ ઓર્થોરીટી ઓફ ગુજરાત આયોજીત ૬૫મો નેશનલ સ્કુલગેમ્સ જુડો અંડર-૧૭ (બોયસ-ગર્લ્સ) ટૂર્નામેન્ટનુ દીપ પ્રાગટ્ય તેમજ ફ્લેગ હોસ્ટીંગ થકી ઉદધાટન કરી બોલી રહ્યા હતા. વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે તા. ૧૭ થી ૨૨ સુધી યોજાનારી જુડો સ્પર્ધામા આપણા દેશના અલગ અલગ ૨૭ રાજ્યો અને ૩ યુનીયન ટેરીટરી માંથી અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. રાજ્યના ૧૮ જિલ્લામા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બન્યા છે અને ૬ જિલ્લામા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાની કામગીરી પ્રગતિમા છે. રાજ્ય સરકાર ખેલાડીઓને રમત ગમત માટે તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવા માટે પ્રતિબધ્ધ છે.


આ કાર્યક્રમમા ઉપસ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવશ્રી ડી.ડી. કાપડીયા, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. અર્જુનસિંહ રાણા, નેશનલ કોમ્પિટીશનના ઓબ્ઝર્વર છાંટબારએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યુ હતુ.
આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ રાજ્યના સ્પર્ધકો દ્વારા માર્ચપાસ્ટ યોજાઈ, રંગારંગ સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જૂડોના ખેલાડીઓ દ્વારા જુડોનુ ડેમોસ્ટ્રેશન કરાયુ, સમુહમા ફિટ ઈન્ડિયાના શપથ લેવામા આવ્યા, સમુહમા રાષ્ટ્રગીતનુ ગાન કરવામા આવ્યુ.


આ કાર્યક્રમમા બી.એફ.આઈ. સિલેક્શન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલ, જુડો કોચ દિલીપ મિશ્રા, મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, સિનિયર કોચ દિવ્યરાજસિંહ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી સિમાબેન ગાંધી, ડૉ. અરૂણ ભલાણી તેમજ નિશાંત ભટ્ટ, ચુડાસમા, વિવિધ રાજ્યના સ્પર્ધકો, પ્ર શિક્ષકો, આમંત્રીતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમા સ્વાગત પ્રવચન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવ ડી.ડી. કાપડીયાએ તેમજ આભાર દર્શન સિનિયર કોચ દિવ્યરાજસિંહએ કર્યુ હતુ. જ્યારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મિતુલભાઈ રાવલએ કર્યુ હતુ.

Previous articleખંડણી, અપહરણ તથા બળજબરીથી કાઢી લેવાના ગુન્હામાં આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
Next articleમહેસાણા જિલ્લામાં ટૂંક સમયમાં સુરક્ષિત ઓટો સેવાની શરૂઆત થશે નાગરિકોની સલામતી માટે નવતર પ્રયોગ : એસ પી મનીષ સિંહનો