ભાવનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

7

ભાગ લેનાર ભૂલકાઓને હથિયાર પ્રદર્શન સાથે અવગત કરાવી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા તત્કાળ ચિત્ર સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભૂલકાઓ જોડાયા હતા આ કાર્યક્રમ વેળાએ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રો તથા વાહનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શન થકી ભૂલકાઓને રૂબરૂ કરાવવામાં આવ્યાં હતાં.

સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ચાલી રહી છે ત્યારે ભાવનગર પોલીસ દ્વારા આ ઉત્સવ અંતર્ગત ભૂલકાઓ માટે તત્કાળ ચિત્ર સ્પર્ધા નું આયોજન જિલ્લા પોલીસ હેડક્વાર્ટર સ્થિત તાલીમ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ની રાહબરી હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ માં શહેરની વિવિધ શાળાઓમાં થી મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોએ પોતાના મન-માનસમાં રહેલી સુષુપ્ત શક્તિ ઓ કાગળ પર કલા સ્વરૂપે પ્રગટ કરી હતી, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલ બાળકો માટે પોલીસ જવાનો દ્વારા ફરજના ભાગરૂપે ઉપયોગમાં લેવાતા શસ્ત્રો તથા વાહનોનું પ્રદર્શન યોજ્યુ હતું અને બાળકોને હથિયારો સાથે વાહનો તથા પોલીસ ની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ સ્પર્ધા પૂર્ણ થયે ચિત્ર સ્પર્ધામાં ઉમદા દેખાવ કરનાર બાળ સ્પર્ધકો ને પ્રમાણપત્ર સાથે ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં સમગ્ર કાર્યને લઈને સિટી ડીવાયએસપી સફીન હસન સહિતનો અધિકારી ગણ સાથે જવાનોએ જહેમત ઉઠાવી હતી.