આરોગ્ય ધન્વંતરી રથ ને ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ખુલ્લી મુકવામાં આવી

1139

આરોગ્ય ધન્વંતરી રથ ને ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ખુલ્લી મુકવામાં આવી,ઘોઘા તાલુકાના 48 ગામો માં 2(બે) રથ ફરશે એક દિવસમાં રથ 3 (ત્રણ) ગામમોમાં ફરશે,રથમાં બે ડોકટર,એક નર્ષ અને એક ફાર્માસી સેવા આપશે,જેમાં દર્દીઓની તપાસ કરવામાં આવશે થર્મલગનથી તપાસ કરવામાં આવશે તેમજ પલ્સ ઓક્સિજન મીટર થી ઓક્સિજનની તપાસ થશે સાથે તાવ હોય તેવા દર્દીઓની જરૂરિયાત મુજબ એલોપેથી,આર્યુવેદીક ઉકાળા તથા આરોગ્ય વર્ધક દવાઓ આપવામાં આવશે,આ રથ કોરોના મહામારી રહેશે ત્યાં સુધી નિયમિત સતત સેવા આપશે,લોકોની આરોગ્યની ચિંતા કરી સુવિધાઓને ધ્યાનમાં રાખી રથ ની સુવિધા ચાલુ કરવામાં આવી છે આ પ્રસંગે ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા,ઘોઘાના સરપંચ અંશારભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સદસ્ય રામદેવસિંહ ગોહિલ,ડો.સુનિલભાઈ પટેલ,ડો.સૂફીયાંન લાખાણી,સુપરવાઈઝર મંનધરાભાઈ,વેલનટીન મેકવાન તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો

Previous articleભાવનગરના ફૂલસર વિસ્તારમાં આવેલા ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી
Next articleસોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી