ભાવનગરના અધેવાડા ગામેથી દેશી પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો

386

SOGની ટીમે 20 હજારની કિંમતની પિસ્ટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
આજથી નવરાત્રિનું પર્વ તથા આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વને લઈને સઘન પેટ્રોલીંગમાં રહેલ ભાવનગર એસઓજીની ટીમે અધેવાડા ગામેથી એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેર-જિલ્લામાં લોકો નવરાત્રિનું પર્વ સારી રીતે ઉજવણી કરી શકે અને કાયદો-વ્યવસ્થા અકબંધ જળવાઈ રહે તે માટે શહેર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ સહિતના સઘન પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. ગતરાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે અધેવાડા ગામનો શખ્સ પિસ્ટલ સાથે આટા મારી રહ્યો છે જે હકીકત આધારે ટીમે અધેવાડા થી ઝાંઝરીયા હનુમાનજી મંદિર તરફ જવાનાં રોડપરથી અધેવાડા ગામે પંચાયત કચેરી પાછળ રહેતા વૈભવ કાળું બુધેલીયા ઉ.વ.31 ને ઉઠાવી અંગ ઝડતી કરતાં શખ્સના કબ્જા તળેથી દેશી બનાવટની પિસ્ટલ કિંમત રૂપિયા 20,000 મળી આવતાં આ હથિયાર અંગે શખ્સ પાસે ટીમે લાઈસન્સ કે આધારભૂત દસ્તાવેજ માંગતા શખ્સ કોઈ જ પુરાવો રજૂ ન કરી શકતા ટીમે સખ્સની આર્મ્સ એક્ટ હેઠળ હથિયાર સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.