ભંડારિયા બહુરચજી મંદિરે નવરાત્રી મંડપનું કરાયું રોપણ

910

ભંડારિયાના પ્રસિદ્ધ શક્તિધામ બહુચરાજી મંદિરે આજે ગુરૂવારે નવરાત્રીના મંડપનું વિધી વિધાનભેર રોપણ કરવામાં આવ્યું હતું. આસો સુદ નવરાત્રીની શાસ્ત્રોકત પધ્ધતિથી પરંપરાગત ઉજવણી કરાશે જે અંતર્ગત આજે માણેકચોકમાં મંડપ-ધ્વજા રોપવામાં આવી હતી. ભંડારિયામાં નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો સામેલ થતા હોય છે. આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાય છે. નવરાત્રીના મંડપ રોપણ બાદ નવરાત્રી ઉત્સવ સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. માતાજી સમક્ષ નવ જાગ માટે ભવાઈના અંશ સમાન નાટક રજુ કરવામાં આવે છે જે સંદર્ભે કલાકારોએ રિહર્સલ કાર્ય શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભંડારિયાના નોરતા પ્રસિદ્ધ છે. મંડપ રોપણ વિધિ પ્રસંગે માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Previous articleબેલુર વિદ્યાલયના બાળકો યુવા ઉત્સવમાં ઝળકયા
Next articleગઢડા સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ