સોશ્યલ ડિસ્ટન્સના અભાવે વધુ ૧ દુકાન સીલ કરાઇ

584

ભાવનગર શહેરમાં દીન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે. જેને અટકવવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક ડ્રાઈવ ટીમની રચના કરવામાં આવી હતી. જેને લઈ શહેરની મુખ્ય બજારમાં ચેકીંગમાં હતી. તે દરમિયાન એક સોનીની દુકાન સહિત ચાર દુકાનોને સીલ મારી દીધી હતી. મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમની કડક અમલવારી માટે માસ્ક ડ્રાઈવની ટીમે શહેરની મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી હતું. ચેકીંગ દરમિયાન ચેક કરતા, ચાની દુકાન, પાનની દુકાન અને ચાના ગલ્લા સહિત દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ બદલ એકમોને સીલ મારવામાં આવ્યો હતા. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા મુખ્ય બજારોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો ગયો હતો.તેમજ ભાવનગર શહેરમાં અલગ અલગ સ્થળે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કના નિયમની કડક અમલવારી માટે માસ્ક ડ્રાઈવની ટીમે રૂપિયા ૧૨ હજારનો દંડ વસૂલ કર્યો હતો .જૂના બંદર રોડ પર આવેલી ચા,પાન માવાના ગલ્લા પર ચેકિગ હાથ ધરી સીલ મારી દેવાયા હતા

Previous articleસરકારની સહાય મેળવી બોટાદના ખેડુતે શક્કર ટેટીની ખેતીમાં તગડો નફો કર્યો
Next articleઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતા ૮ના મોત. ૩૮૪ લોકોને બચાવ્યા