ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતા ૮ના મોત. ૩૮૪ લોકોને બચાવ્યા

653

(જી.એન.એસ)સિમલા,તા.૨૪
ઉત્તરાખંડના ચમોલી જનપદના જોશીમઠમાં ગ્લેશિયર તૂટ્યા પછી સેનાએ રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું છે. ગ્લેશિયર તૂટીને મલારી-સુમના રસ્તા પર પડ્યું છે.
આ રસ્તા પર કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું. સેનાના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં ૮ મૃતદેહ મળી આવ્યા છે અને ૩૪૮ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી ૬ લોકોની હાલત ગંભીર છે. સેનાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે, આ લોકો જોશીમઠના સુમના વિસ્તારમાં બનેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (મ્ર્ઇં) કેમ્પમાં હતા. ખરાબ હવામાનના કારણે રાતે રેસ્ક્યૂ-ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું. હવે સવાર થતાં ફરી એ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ૨૮ કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન અહીં લઘુતમ તાપમાન ૬ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૧૪ ડીગ્રી રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગે ૨૬ એપ્રિલ આસપાસ વાતાવરણ સાફ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
આ વિસ્તારમાં માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. જોશીમઠથી મ્ર્ઇંની એક ટીમ ઘટનાસ્થળ પર રવાના થઈ છે. સતત થઈ રહેલી બરફવર્ષા અને વરસાદને લીધે ટીમને અહીં પહોંચવામાં સમય લાગી શકે છે. આ વિસ્તારમાં કોઈ વસતિ નથી અને ફક્ત સેનાની અવરજવર રહેતી હોય છે.
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે તીતી ઘાટીના સુમનામાં ગ્લેશિયર તૂટવાની માહિતી મળી છે. આ અંગે અલર્ટ આપવામાં આવ્યું છે. હું સતત જિલ્લા પ્રશાસન અને મ્ર્ઇંના સંપર્કમાં છું. જિલ્લા પ્રશાસનને મામલાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.NTPC અને અન્ય પરિયોજનાઓમાં રાતના સમયે કામ રોકવાના આદેશ આપવામાં આવ્યા છે, જેથી કોઈ દુર્ઘટના ન બને.