મસૂદ અઝહરનો મુદ્દો બહુ જલદી ઉકેલાઈ જશે : ચીન

445

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાની આતંકી મસૂદ અઝહર વિરૂદ્ધ ભારે દબાણ સર્જ્યુ હતુ હતું. મસૂદને લઈને ભારે ચારેકોરથી કરેલી ઘેરાબંધીની અસર પણ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ચાર વખત મસૂદ અઝહરને બચાવવા ેંદ્ગમાં વીટો વાપરી ચુકેલા ચીને ભારતના દબાણને વશ થઈને કહ્યું છે કે, આ મામલે હલ કાઢવામાં આવશે.

એક તરફ ભારતે મસૂદ અઝહર મામલે ચીન પર ભારે દબાણ ઉભું કર્યું છે કે, બીજી બાજુ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન ભારતના પક્ષમાં આવીને ચીન પર ભીંસ વધારી રહ્યાં છે.સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસમાં ચીને વીટો વાપરી રોડાં નાખનારા ચીનનું વલણ બદલાતું હોય એવા અણસાર મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય ચીનનું કહેવું છે, ‘આ મામલાનો વહેલી તકે ઉકેલ આવી જશે. મસૂદ અઝહર પર લાવવામાં આવેલો પ્રસ્તાવ સમગ્રપણે ફગાવી નથી દેવામાં આવ્યો, અમે તેની પર વાત કરી રહ્યા છીએ.’

ભારતમાં ચીનના એમ્બેસેડર લુઓ ઝાઓહુઈએ કહ્યું કે, ેંદ્ગજીઝ્ર ૧૨૬૭ યાદીમાં મસૂદ અઝહરને રાખવાના મામલે ઉકેલ ટૂંક સમયમાં આવશે. આ મામલો ટેકનિકલ છે અને અમે તેની પર વાત કરી રહ્યા છીએ. મારી પર વિશ્વાસ રાખો આ મામલો ટૂંક સમયમાં ઉકેલાશે.

તેઓએ કહ્યું કે, મસૂદ અઝહર વિશે અમે જાણીએ છીએ. અમે ભારતની ચિંતાઓ વિશે માહિતગાર છીએ.

ચીન એમ્બેસીમાં હોળી સમારોહ દરમિયાન લિઓએ કહ્યું કે ગયા વર્ષે વુહાન શિખર સંમેલન બાદ દ્વિપક્ષિય સહયોગ સાચી દિશામાં છે. અમે આ સહયોગથી સંતુષ્ટ છીએ, ભવિષ્યને લઈ આશાવાદી છીએ. ચીનનું કહેવું છે કે અમે પ્રસ્તાવના વિરોધમાં નથી. અમે ઈચ્છીએ છીએ કે પ્રસ્તાવ પર વિસ્તારથી ચર્ચા થાય. ચીને એમ પણ કહ્યું હતું કે આ પ્રક્રિયા મહિનામાં નહીં પરંતુ કેટલાક દિવસોમાં થશે.

ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહર કરવા માટે ફ્રાન્સ સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં અમેરિકા અને બ્રિટન હતા, પરંતુ છેલ્લી ઘડીએ ચીને વીટો લગાવી દીધો હતો. આ પહેલા ત્રણ વાર ચીન આ પ્રસ્તાવ પર વીટો લાવી ચૂક્યું છે. ચીનની આ હરકત બાદ અમેરિકા સહિત અનેક દેશ નારાજ થઈ ગયા હતા. અમેરિકાએ કહ્યું હતું કે જો ચીન આ મામલામાં ગંભીર નથી તો અમે બીજા રસ્તો શોધીશું.

Previous articleરાજસ્થાનના સીકરમાં ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ
Next articleગોવાના મુખ્યપ્રધાન મનોહર પારીકરનું માંદગી બાદ નિધન