વીજ કંપનીના વાહનોના કોન્ટ્રાકટરો અને ડ્રાઈવરોની હડતાલનો પ્રારંભ

1306

 

ભાવનગર તા. ૧૮

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં વાહનો કોન્ટ્રાકટથી ચલાવતા કોન્ટ્રાકટરો દ્વારા યુનાઈટેડ કોન્ટ્રાકટર એસો.ના આદેશથી ભાવ વધારાની માંગ સાથે આજથી હડતાલ ઉપર ઉતર્યા છે. અને તમામ વાહનો ચાવડીગેટ સર્કલ ઓફીે પાર્ક કરીને સુત્રોચ્ચાર કર્યા હતાં.

પીજીવીસીએલના લાઈન કામનાં કોન્ટર્કટરો લાંબા સમયથી ચોકસાઈ પુર્વકનું કામ કરી રહ્યા છે. અને સમય મર્યાદામાં  ટાર્ગેટ પુર કરી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં દરેક ચીજ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાના કારણે યુનાઈટેડ કોન્ટ્રાકટર એસો. દ્વારા કોન્ટ્રાકટના ભાવ વધારો કરવા અંગે રજૂઆત કરાયેલી અને ૧૮ જુન સુધીમાં નિર્ણય નહીં કરાય તો હડતાલ પાડવાની ચીમકી અપાયેલી જેના ભાગરૂપે રાજયના અનેક શહેરોની સાથે ભાવનગર સર્કલના કોન્ટ્રાકટરો, ડ્રાઈવરો વાહનો ખડકી દઈને હડતાલ ઉપર ઉતર્યા હતા અને ચાવડીગેટ સર્કલ ઓફીસ સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.

કંપની દ્વારા જે ભાવ વધારો કરાયો તે કોન્ટ્રાકટરોની મશ્કરી સમાન છે અને ૪ઢ ટકા વભા વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો હોય જુના ભાવમાં વાહનો ચલાવવા પોસાય તેમ ન હોય આખરે હડતાલનું શસ્ત્ર ઉગાળવામાં આવ્યું છે. અને આ દરમ્યાન કોઈપણ જાતની ઈમરજન્સી આવે તો પણ કામ નહીં કરવા નિર્ણય કરાયો છે અને લોકોની કોઈપણ જાતની મુશ્કેલી પડે તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે તેમ કોન્ટ્રાકટરોએ જણાવ્યું હતું.

Previous article૯ પેટા કમિટીઓના ચેરમેન, ડે.ચેરમેનોની થયેલી વરણી
Next articleભાલ પંથકમાં ૫ કાળીયારના શંકાસ્પદ મોત