ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બેહનોને નિમણૂંક પત્રક એનાયત કરાયા

54

કાર્યકર બેહનો-28 તથા તેડાગર બેહનો-37 સહિત કુલ 64 બેહનોને નિમણુંક અપાયા
મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન ભરતી પ્રક્રિયા અંતર્ગત આજરોજ સરદારનગર મીની ઓડીટોરીયમ હોલ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ ઘટક-1 અને ઘટક-2 ના આંગણવાડી કાર્યકર અને તેડાગર બેહનોને નિમણૂંક પત્રક એનાયત કરવામાં આવ્યાં હતા.

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઇન ભરતી માટે 15મી માર્ચના રોજ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં 71 બહેનોને ભરતી કરવાની હતી. જેમાં કાર્યકર બેહનો -28 તથા તેડાગર બેહનો -37 સહિત કુલ 64 બેહનોને આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર કિર્તીબેન દાણીધારીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બાળકોને જે આંગણવાડીમાંથી પડીકા આપવામાં આવે છે તે મોટાભાગે ફેંકી દેવામાં આવતા હોય છે પણ આ પડીકાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે જે વેચાતા લેવા જાવ તો પણ ન મળે, બાળકો, સગર્ભા માતા, કુવારીકાઓના પડીકાઓમાં બધામાં જુદા-જુદા તત્વો હોય છે જેથી કરીને તમે જ્યારે પણ આ પડીકાનું વિતરણ કરો ત્યારે તેને આ પડીકાઓમાં રહેલા પોષક તત્વો અંગે સમજણ આપો જેથી લોકો તેનો ઉપયોગ કરે. આ નિમણૂક પત્રક કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર કિર્તીબેન દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, નેતા બુધા ગોહેલ, દંડક પંકજસિંહ ગોહિલ, ઉષાબેન બધેકા તથા કોર્પોરેટરો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleચીનમાં લોકડાઉનને કારણે આર્થિક સ્થિતી કથળી, બેરોજગારીનો દર ૫ ટકાથી વધુ
Next articleશ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પ્રસંગે સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં આગામી તા 27-5-22ને સુક્રવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ આયોજન કરેલ છે