તહેવારોમાં કોરોના ઉપર નિયંત્રણ માટે તકેદારી જરૂરી : ડૉ. ગુલેરિયા

237

તહેવારોમાં ભીડભાડ મહામારીને નિમંત્રણ આપી શકે છે ત્યારે સાવચેતી રાખીને કોરોનાના પ્રસારને રોકી શકાશે એવી ડો. ગુલેરિયાની સલાહ
નવી દિલ્હી, તા.૧
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજુ પણ જારી છે. રાહતની વાત એ છે કે એક સપ્તાહથી ડેઈલ કેસ ૩૦ હજારથી ઓછા આવી રહ્યા છે. જોકે, હવે પછી તહેવારોની સિઝન છે જે નબળા પડી રહેલી મહામારીને ગતિ આપી શકે છે અને ત્રીજી લહેરને નિમંત્રણ પણ આપી શકે છે. એમ્સ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે આગામી ૬થી ૮ સપ્તાહ ખૂબજ મહત્વના છે. જો એ દરમિયાન પહેલા જેવી જ કાળજી રાખવામાં આવે અને બેદરકારી ન રખાય તો કોરોનાના કેસ ખૂબજ ઓછા થવા લાગશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારોની સિઝનમાં આપણે સતર્ક અને સાવધાન રહેવું પડશે. જો આપણે આગામી ૬-૮ સપ્તાહ સતર્કતા જાળવીશું તો કોરોનાના મામલામાં ગિરાવટ જોવા મળી શકે છે. એમ્સ ડાયરેક્ટરની આ ચેતવણી એટલે પણ મહત્વની છે કે તહેવારો દરમિયાન બજારોમાં ભીડભાડ બહુ થી જાય છે જે વાયરસને ફેલાવામાં સૌથી વધુ જવાબદાર મનાય છે. આગામી એક-બે મહિનામાં દશેરા, દિવાલી, છઠ, ક્રિસમસ જેવા અનેક તહેવારો છે. ભારતમાં શુક્રવારે છેલ્લા ચોવિસ કલાકમાં કોરોના સંક્રમણના ૨૬,૭૨૭ નવા મામલ સામે આવ્યા. આ દરમાયન ૨૮,૨૪૬ દર્દી સ્વસ્થ થયા અને ૨૭૭ દર્દીનાં કોરોનાથી મોત થયા. આ આંકડા કેન્દજ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા હેલ્થ બૂલેટિનમાં આપવામાં આવ્યા છે. દેશમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ ૨૭૫૨૨૪ છે. આ કુલ મામલાના ૦.૮૨ ટકા છે જે છેલ્લા ૧૯૬ દિવસમાં સૌથી ઓછા છે.કોરોના મહામારીથી ભારતનો રિકવરી દર હવે ૯૭.૮૬ ટકા થી ગયો છે જે માર્ચ ૨૦૨૦ બાદનો સૌથી વધુ છે. ગત ૩૨ દિવસોથી ડેઈલી પોઝિટિવીટી રેટ ૩ ટકાથી ઓછો અને સતત ૧૧૫ દિવસ સુધી ૫ ટકા ઓછો રહ્યો છે. છેલ્લા ચોવિસ કલાકમાં ૬૪,૪૦,૪૫૧ વેક્સિનના ડોઝ આપવાની સાતે ભારતના કુલ કોવિડ વેક્સિનેશન કવરેજ ૮૯,૦૨,૦૮,૦૦૭ સુધી પહોંચી ગયું છે. આ ઉલબ્ધિ ૮૬,૪૬,૬૭૪ સત્રોના માધ્યમથી હાંસલ કરાઈ.

Previous articleસપ્ટેમ્બર માસમાં જીએસટી કલેક્શન ૧.૧૭ લાખ કરોડ
Next articleLAC પર શાંતિ ભંગ માટે ચીન જવાબદાર : અરિન્દમ બાગચી