પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવા પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પ્રધાનમંત્રીને લખ્યો પત્ર

685

આઝાદી પછી દેશના 562 રજવાડાંમાંથી સૌપ્રથમ પોતાનું સૌથી મોટું રજવાડું યુનિયન ઓફ ઇન્ડિયામાં સરદાર વલ્લભાઈ પટેલ અને ગાંધીજીને સમર્પિત કરી દેનારા ભાવનગર પ્રાતઃસ્મરણીય રાજવી કૃષ્ણકુમારસિંહજી હતા. જેમણે અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌપ્રથમ પહેલ કરી હતી અને ત્યારબાદ બીજા રજવાડાં તેમને અનુસર્યા હતા. ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ “મિશન ભારત રત્ન” અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રીને પત્ર લખી વધુમાં જણાવ્યું હતું કે “જ્યારે હું સરકારમાં હતો ત્યારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ બાબતે અવારનવાર રજૂઆતો કરી હતી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને તેમના ત્યાગ અને બલિદાન બાબતે તેમને અવશ્ય ભારત રત્નથી સન્માનિત કરવા જ જોઈએ અને તેઓ સાચા હકદાર છે તેવું તેમણે દ્રઢપણે કહ્યું હતું.”

Previous articleમહુવા-સુરત સ્પેશિયલ ટ્રેનમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધારાના કોચ લાગશે
Next articleજશ્ને ઈદ મિલાદ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન