રૂપાલ ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી

894
gandhi652018-2.jpg

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણીનું દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યા બાદ રાજય આયોજન પંચના ઉપાધ્ય નરહરિ અમીને જણાવ્યું હતુ કે ગ્રામીણ વિસ્તારોનાં યુવાનો અને મહિલાઓ રોજગારી સ્વાવલંબી બને તે માટે રાજય સરકારે ચાલુ વર્ષે રૂ. ૨૭૧ કરોડની જોગવાઇ કરી છે. રાજય સરકારે વર્ષ ૨૦૦૭માં શરૂ કરેલ સખીમંડળ અને ૨૦૧૦માં મિશન મંગલમ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધી છે. 
ગાંધીનગર જિલ્લામાં આજીવિકા દિવસની ઉજવણી પ્રસંગે પાંચ સખીમંડળોને રૂ. છ લાખ કેશ ક્રેડીટ ચેક વિતરણ તથા ચાર સખીમંડળો પ્રત્યેકને રૂ. ૧૦ હજારનું રીવોલ્વીંગ ફંડનું વિતરણ તથા રાધાકુષ્ણ ગ્રામ સંગઠન માણસાને રૂ. પાંચ લાખ અને મયુર ગ્રામ સખીમંડળ સખીસંઘ, દહેગામને રૂ. ત્રણ લાખના કોમ્યુનીટી ઇનવેસ્ટમેન્ટ ફંડના ચેક ધારાસભ્ય શંભુજી ઠાકોર તથા જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાની  ઉપસ્થિતિમાં ઉપાધ્યક્ષ નરહરિ અમીને અર્પણ કર્યાહતાં. 
જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ જણાવ્યું હતુ કે ગાંધીનગર જિલ્લામાં કુલ ૫૪૩૬ સ્વસહાય જુથોની રચના કરેલ છે. તે પૈકી ૪૦૯૯ સ્વસહાય જુથોને રીવોલ્વીંગ ફંડ આપવામાં આવેલ છે. જે પૈકી ૨૭૪૪ સ્વસહાય જુથોને ક્રેડીટ લીંકેજ કરવામાં આવેલ છે. ૫૩ ગ્રામ સંગઠનોની રચના  થઇ છે. જયારે ૨૯ ગ્રામ સંગઠનને કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ ચુકવવામાં આવેલ છે. ગ્રામ સ્વરાજ અભિયાન અન્વયે તમામ ક્ષેત્રોને આવરી લઇ ગ્રામીણ રોજગારનો વ્યાપ વધારવાના કાર્યને રાજય સરકારે પ્રાધાન્ય આપ્યું છે. 
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મનીષા પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેષભાઇ શાહ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના નિયામક ગોવિંદભાઇ ચૌહાણ, મીનાબેન ચોકસીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.  
સખીમંડળની પ્રવૃત્તિ સાથે સંકળાઇને આર્થિક રીતે પગભર બનેલ મહિલાઓએ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતાં. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં જિલ્લા ભરમાંથી સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. 

Previous articleયુવાનોના કૌશલ્ય નિર્માણ દ્વારા સ્વરોજગારની દિશાઓ ખોલવા સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી
Next articleનાદરીનું તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરી નીતિનભાઈ પટેલે સૂચનો કર્યા