રાણપુરની પરમાર વિદ્યાલયમાં રંગોળી કાર્યક્રમ યોજાયો

115

ભારતીય સંસ્કૃતિનો અનેરો તહેવાર એટલે દિવાળી બોટાદ જીલ્લાના રાણપુરમાં કિનારા ગામે આવેલ ગીતાંજલી કેમ્પસ કે.ડી.પરમાર વિદ્યાલય ખાતે રંગોળી ર્સ્પદ્યા યોજાઈ જેમાં ટ્રસ્ટી વલ્લભભાઈ ધરજીયા તથા સમગ્ર ગીતાંજલી સ્ટાફ પરિવાર તેમજ ગીતાંજલિ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમને અંદર સમગ્ર સ્કૂલ ની લોબી ની અંદર એવી અદભૂત રંગોળી બનાવી હતી.આ કાર્યક્રમની અંદર એ.કે.માવળંકર હાજર રહ્યા હતા અદભુત રંગોળી અને બે ઘડી અનોખી દ્રષ્ટિથી એ લોકોએ નિહાળી હતી એટલું જ નહીં સમગ્ર ગ્રાઉન્ડની અંદર રંગોળીઓ બનાવેલી હતી અને દીવડા પ્રગટાવી અને ફૂલો દ્વારા સરસ મજાનું સંશોધન કરેલું અને એ સુશોભન થકી સમગ્ર ગીતાંજલી પરિવારે દિવાળી નો અનેરો ઉત્સવ ઉજવ્યો અને વિદ્યાર્થીઓની એવું કહ્યું કે આવનારા સમયમાં દરેકે દરેક ઉત્સવો ઉજવાય અને આપણી અંદર છે કલા પડેલી છે એ વધારેમાં વધારે બહાર આવે એવો પ્રયત્ન થાય એવું સતત અમે ઇચ્છીએ છીએ અને લગભગ આ કાર્યક્રમની અંદર ૨૫ રંગોળીઓ વિદ્યાર્થીઓએ સાથે મળી અને એ બનાવેલી હતી ગીતાંજલી કેમ્પસ ના ટ્રસ્ટી વલ્લભભાઈ ના અથાગ પરીશ્રમ થકી આવા સમયની અંદર પણ વિદ્યાર્થીઓની જે કળા છે એ કલા સતત અને સતત વિદ્યાર્થી જીવનમાં ખીલતી રહે એવું એ હંમેશને માટે વિચારતા રહ્યા છે અને સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આ કાર્યક્રમની શોભા વધારી છે.

Previous articleબજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ ?
Next articleત્રિપુરાના મુસ્લિમો પર થયેલા અત્યાચારો મામલે ભાવનગરના મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદન આપ્યું