ત્રિપુરાના મુસ્લિમો પર થયેલા અત્યાચારો મામલે ભાવનગરના મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદન આપ્યું

11

તાજેતરમાં ત્રિપુરા રાજ્યમાં લઘુમતિ કોમ (મુસ્લિમ) ઉપર જે અત્યાચારો થયા અને તેમના ધાર્મિક સ્થાનોને તોડફોડ કરી સળગાવવામાં આવ્યા છે. આવા અધમ કૃત્યને ભાવનગરનો મુસ્લીમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી નાખે છે . અને આવુ કૃત્ય કરનારાઓને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયું હતું. આજે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને રજૂઆત વેળાએ ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના પુર્વપ્રમુખ ઇકબાલભાઈ આરબ, ઉપપ્રમુખ રૂમીભાઇ શેખ, પુર્વનગરસેવક કાળુભાઇ બેલીમ, મેમણ જમાતના પ્રમુખ જુબેરભાઇ હાલારી, ખોજા જમાતના અગ્રણીય સલીમભાઇ વરતેજી, દાઉદી વ્હોરા જમાતના યાકુબભાઇ ટીનવાલા, એડવોકેટ સલીમ રાંધનપુરી, મુર્તુજા રેહાન, રજાકભાઈ (કોર્ટવાળા), સલીમ શેખ, મુજુખાન પઠાણ, તોફીક શેખ, યુનુસભાઈ લુહાર, અશરફ વડાફોન સહિતના ભાવનગર સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા. અને જીલ્લા કલેકટરને ભારપુર્વકની રજુઆતો કરવામાં આવી હતી.