સરકાર દ્વારા ૪ ફુટની મૂર્તિની મંજુરી આપી, લોકો આ પાવનકારી દિવસોમાં વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવશે

134

ગોહિલવાડમાં આજે અષાઢ વદ અમાસને રવિવારના રોજથી દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, અમાસના રોજ થી ૧૦ દિવસ સુધી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વ્રતધારી બહેનો દ્વારા દશામાંની મૂર્તિનું સ્થાપન કરી પૂજા અર્ચના કરી ઉપવાસ-એકટાણા કરે છે. આ દિવસોમાં ઘરે, શેરીઓમાં તેમજ ગલીઓમાં દશામાની મૂર્તિ કે સાંઢણીનુ વિધિવત સ્થાપન કરવામાં આવે છે. દશ દિવસ સુધી દશામાંનુ ખાસ પૂજન અર્ચન સત્સંગ, આરતી કીર્તન અને પ્રસાદનુ વિતરણ કરવામાં આવે છે. અને બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, વ્રતધારી મહિલાઓ દરરોજ ઉપવાસ કરી પુજન કરી અર્ચન કરે છે. અંતમાં વ્રતધારી પરિવારો દ્વારા દશામાંની મૂર્તિનુ દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. અને વ્રતની પૂર્ણાહુતી કરવામાં આવે છે. આ વ્રતના દિવસ શ્રદ્ધાળુઓ દશામાંની મૂર્તિને વાજતેગાજતે ઘરે લાવે છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષે સાદાઇથી ઉજવણી કરવામાં આવી રહી છે, સરકાર દ્વારા ૪ ફુટની મૂર્તિની મંજુરી આપી છે. ત્યારે લોકો આ પાવનકારી દિવસોમાં વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવશે. અરજણભાઈ પરમારે જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષો થી બધી દેવી-દેવતાની મૂર્તિ બનાવી ને વેચાણ કરીએ છીએ, સરકાર દ્વારા પીઓપી ની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ લગાવ્યો એટલે અમે હવે માટીની મૂર્તિઓ બનાવીએ છીએ, અમારી પાસે નાની-મોટી અનેક પ્રકારની મૂર્તિઓ બનાવી છીએ, અને આ મૂર્તિઓ ૧૦ રૂપિયા થી લઈ ને ૧૫૦૦ રૂપિયા સુધી ની મૂર્તિઓ છે, ભાવનગર શહેરના સીદસર, જવાહર મેદાન, ચિત્રા, ઘોઘાગેઇટ સહિતના વિસ્તારોમાં દશામાની મૂર્તિનુ વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

Previous articleદિપક હોલ પાસે રેલ્વેની દિવાલ હટાવી રસ્તો પહોળો કરવા કિશોર ભટ્ટની રજૂઆત
Next articleઘોઘાના કોળીયાક ગામનાં વાડીમાં આવેલા કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો