ઘોઘાના કોળીયાક ગામનાં વાડીમાં આવેલા કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

130

પોલીસે લાશમું પંચનામું કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી
ઘોઘા તાલુકાના કોળીયાક ગામે રહેતાં વણીક યુવાનનો મૃતદેહ માલપર ગામની સીમમાં આવેલી એક વાડીના કુવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ભાવનગર ફાયરબ્રિગેડના જવાનોએ મૃતદેહ કુવામાંથી બહાર કાઢી ઘોઘા પોલીસને સોપતાં પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ભાવનગર ફાયરબ્રિગેડના જવાનો અને ઘોઘા પોલીસને જાણ થઈ હતી કે ઘોઘા તાલુકાના માલપર ગામે આવેલી એક વાડીના કુવામાં એક પુરુષનો મૃતદેહ તરી રહ્યો છે. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરબ્રિગેડના જવાનોએ લાશ બહાર કાઢી પોલીસને સોપી હતી.પોલીસે ઘટના સ્થળે લાશનું પંચનામું કરી પીએમ માટે કોળીયાક રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ કોળીયાક ગામના વણીક યુવાન સુરેશ શાંતિલાલ શાહ (ઉ.વ.૨૨) હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ હત્યા, આત્મહત્યા કે પછી કોઈ આકસ્મિક કારણનો છે તે પીએમ રીપોર્ટ પછી જ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.