માંગરોળના લેખક તથા ગૌરવ તેવા ડો સચિન જે પીઠડીયાનો આજે જન્મ દિવસે વૃક્ષ વાવીને પયૉવરણ જાગૃતિનો સંદેશ આપીયો

7

જુનાગઢ જીલ્લાના માંગરોળ નિવાસી જયંતિલાલ પીઠડીયા અને ઉષાબેન પીઠડીયા ના પુત્ર ડો સચિન જે પીઠડીયા ( વગૅ ૨ અઘિકારી આસીસ્ટન્ટન પ્રોફેસર) તારીખ ૧ નવેમ્બર ના રોજ જન્મ દિવસે ઘર આંગણે વૃક્ષ વાવીને ઉજવણી કરી. જન્મ દિવસ પર વૃક્ષ વાવીને પયૉવરણ ની જાણવણીમા વૃક્ષોનું જતન કરવા લોકોને સંદેશ આપીયો હતો. આજે વિશ્ચ જ્યારે પ્રદુષણની સામનો કરી રહ્યુ છે તે સમયે જન્મ દિવસ પર કેક કાપવી કે પાટી કરવાને બદલે પયૉવરણ ની જાણવણી કરવી જોઈએ તે વાત ડો સચિન પીઠડીયા સામે રાખી હતી. આ તકે બહેન દિપ્તીબેન પીઠડીયા ,કુટુબમા સભ્ય, કમલ મામા, ભરતમામા , પ્રકાશમામા તથા કોલેજ પરિવારના સભ્યો, ,મીત્ર મંડળ, ઉપરાંત માંગરોળ માંથી જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવી છે. એક નાના ફેમેલિ મા થી અથાગ પરિશ્રમ કરી MA Mphil ,phd અને વગૅ ૨ સુધીની શિખરો પાર કરી વષૅ ૨૦૨૧ માં સૌરાષ્ટ્રયુનિવર્સીટી સમાજશાસ્ત્ર ભવનમામાંથી “જુનાગઢ જિલ્લાના મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ ના વિષય પર પીએચ.ડી ડ્રિગ્રી મેળવી પીઠડીયા પરિવાર તથા માંગરોળ નું ગૌરવ વધાર્યું છે