ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું સમાપન

1118
bvn852018-8.jpg

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભાવનગર શહેર સંચાલિત ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું પ દિવસ દરમ્યાન આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપમાં રેગ્યુલર ર૩પની સંખ્યામાં ૬ થી ૧૪ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકોએ હાજરી આપેલ રેગ્યુલર હાજરી આપનાર તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.
પાંચ દિવસ દરમ્યાન સુંદર ચિત્રો બનાવવાની કામગીરી કરનાર ૩૦ બાળકોની પસંદગી કરવામાં આવેલ, જેઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપની સફળતા માટે ધ ભાવનગર સોલ્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ વર્ક પ્રા.લી.ના સંતોષભાઈ કામદાર દ્વારા સહયોગ મળેલ. વર્કશોપમાં તજજ્ઞ તરીકે ડો.અશોકભાઈ પટેલ, અશોકભાઈ કાલાણી, જયેશભાઈ જાદવ, ઉજ્જવલભાઈ મહેતા, જેસલબા જાડેજા હાજર રહેલ. આ ઉપરાંત બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે દરરોજ ઉદયભાઈ ભટ્ટ, વી.કે. મહેશ્વરી પણ ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત કચેરી સ્ટાફે જહેમત ઉઠાવેલ.

Previous articleમેયર, ડે.મેયર અને કારોબારી સમિતિના ૧ર સભ્યોની ચૂંટણી
Next articleઘોઘા-દહેજ ફેરી સર્વિસના સમય પત્રકમાં ફેરફાર થયો