ચોરીના સાત વાહન સાથે બે શખ્સો ઝડપાયા

1783

ભાવનગર જિલ્લા સિહોર જીઆઈડીસીમાંથી સ્કુટર અને મોટરસાયકલ લઈ પસાર થતા બે શખ્સોને બાતમી રાહે અટકાવી એલ.સી.બી. ટીમે પુછપરછ કરતાં બન્ને શખ્સોએ ભાવનગર અને સુરતમાંથી કુલ સાત મોટરસાયકલ અને સ્કુટરની ચોરી કર્યાની કબુલાત આપતા એલ.સી.બી. ટીમે સાતેય વાહનો જપ્ત કરી બન્ને શખ્સોની ધોરણસર અટક કરી હતી.   ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાનાં શિહોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શિહોર,જીઆઈડીસી નં.૧, ડેન્ટોબેક પાસે આવતાં હેડ કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, શિહોર જીઆઈડીસી નં.૧માં આવેલ પાતરા મિલ બાજુથી ડેન્ટોબેક તરફ બે શંકાસ્પદ ઇસમો અલગ-અલગ મો.સા. ઉપર નીકળવાનાં છે.જે બંનેમાં એક પાસે સફેદ કલરનું નંબર વગર નું એકટીવા તથા બીજા પાસે સીલ્વર કલરનું નંબર વગરનું હિરો સ્પ્લેન્ડર મો.સા. છે. જે હકિકત આધારે વોચમાં રહેતાં ગૌતમ ઉર્ફે ભોલો રમેશભાઇ માધાભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે.જીઆઈડીસી નં.૧,પાતરા મિલ પાછળ, ભોજાવદર વસાહત, શિહોર તથા જયેશ ઉર્ફે જયુ  ભરતભાઇ માધાભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે.મુળ-ધુમડશાપીરની દરગાહ પાસે, શિહોર હાલ-રૂમ નં.૨૮૨,હરીધામ સોસાયટી, અર્ચનાસ્કુલ પાસે,વરાછા, સુરતવાળા મળી આવેલ. જે બંને પાસે સ્કુટર/મો.સા. અંગે આધાર-કાગળો માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે બંને સ્કુટર/મો.સા. તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં સ્કુટર કિ.રૂ.૪૫,૦૦૦/-તથા મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી  સીઆરપીસી  કલમઃ-૧૦૨ મુજબ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આ બંને ઇસમોની વારાફરતી પુછપરછ કરતાં તેઓ બંનેએ સ્કુટર આજથી દોઢેક મહિના પહેલાં શિહોરનાં પાંચવડા વસાહતમાંથી તથા મો.સા. વીસેક દિવસ પહેલાં ભાવનગર,ઘોઘા રોડ,૧૪ નાળા, મફતનગર, હનુમાનજીનાં મંદિર પાસેથી ચોરી કરેલ હોવાનું તેમજ તેઓ બંનેએ મળીને સુરત શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી અન્ય કુલ-૫ સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે મો.સા. ગૌતમ ઉર્ફે ભોલોનાં ઘરેથી કબ્જે કરવામાં આવેલ.

આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી. જાડેજા પો.સબ ઇન્સ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, કલ્યાણસિંહ જાડેજા, જીતેન્દ્દસિંહ ઝાલા, ચિંતનભાઇ મકવાણા, અજયસિંહ વાઘેલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleશહેરમાં આજે સાંજે ત્રિરંગા યાત્રા અને યાદ કરો કુરબાની કાર્યક્રમ
Next articleમગફળીના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના ધરણા