ઈસ્લામ ધર્મ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર રીઝવી સામે કડક પગલા લેવા રજુઆત

9

ભાવનગર મુસ્લીમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
ભાવનગર તા.૧૬
ભાવનગર સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભાવનગર જીલ્લા કલેકટર યોગેશ નીરગુડે સાહેબને રૂબરૂ મળી એક આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી હતી કે , ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાનપયગંમ્બર સાહેબ હઝરત મોહંમદમુમ્તકા (સ.અ.વ.)ની વિરૂધ્ધમાં તેમજ ફન શરીફ વિરૂધ્ધમાં લખનઉ (યુ.પી.)ના રહેવાસી વસીમ રીઝવી દ્વારા અપમાન જનક ટીકાટીપ્પણીઓ કરવામાં આવેલ છે . જેથી સમગ્ર દેશ અને ગુજરાત ના મુસ્લીમ સમાજની ધાર્મિક લાગણી દુભાણી છે . આ સેતાન વસીમ રીઝવી દ્વારા અગાઉ પણ ર્કુઆન શરીફની આયાતો રદ્દ કરવા અંગે નામદાર સુપ્રિમ કોર્ટમાં તેના દ્વારા પીટીશન કરવામાં આવેલ હતી તે નામદાર સુપ્રિમ કોર્ટે કાઢી નાખેલ આ સેતાન વસીમ રીઝવી અવાર નવાર ઇસ્લામ ધર્મ અને પયગંમ્બર વિશે અપમાનજનક અને ઉશ્કેરણી જનક ટીપ્પણીઓ કરે છે તો હાજર રહેલ આગેવાનો અને મૌલાનાઓએ ભાર પુર્વક જણાવેલ કે વસીમ રીઝવી સામે ભારત સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ અને દેશની એક્તા અને શાંતિને ડોહળતા આવા નેતાની હરકતો કરતા રાખ્સ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી . અને આ અંગેની ભારતસરકારમાં પણ રજઆતો કરવા માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ મૌલાના ચીસ્તી, મૌલાના તોકીર, મૌલાના જમીલ ઉસ્તાદ, મૌલાના મુજીબ ઉસ્તાદ, કસ્બા પ્રમુખ મહેબુબભાઇ શેખ , અ.કાદરભાઇ મુબ્બલીગ, મેમણ મોટી જમાતના પ્રમુખ જુબેરભાઇ હાલારી, ખોજા જમાતના પ્રમુખ સલીમભાઇ વરતેજી . મુન્નાભાઇ વરતેજી, દાઉદી વ્હોરા જમાતના યાકુબભાઇ ટીનવાલા, પુર્વનગર સેવકો, ઇકબાલભાઈ આરબ, કાળુભાઇ બેલીમ, ઇમરાન શેખ, રફીકભાઇ કાગદી, ઇમરાનભાઇ બોસ , સલીમભાઇ શેખ, મુર્તુઝા રેહાન, કાદરભાઇ મોમીન , સલીમભાઇ રાંઘનપુરી, રજાક કુરેશી, મુજ્જફ્ફરખાન પઠાણ, મુનાફભાઇ કાછ , અસ્લામ કાછ, ગફારભાઇ હબીબાણી (બોસ), અશરફભાઇ ભેલીમ, સમારભાઇ ડેવીડ, હનીફભાઇ મુબ્બલીંગ વિગેરે આગેવાનો તથા જુદી જુદી મુસ્લીમ જમાતના આગેવાનો તેમજ અલગ અલગ મુસ્લીમ સંસ્થાઓના કાર્યકરો હાજર રહ્યા હતા