ઓલરાઉન્ડર ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી

4

કેપટાઉન, તા.૧૯
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર ૩૬૦ એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટિ્‌વટર પર તેમણે તેમની ૧૭ વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે આઈપીએલ સહિત વિશ્વભરની ટી૨૦ લીગમાં રમી રહ્યા હતા. ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને આરસીબી મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે આરસીબી સાથે ક્યારે ૧૧ વર્ષ વીતી ગયા તે ખબર નથી.ડી વિલિયર્સે કહ્યું, આ એક શાનદાર સફર રહી પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને મેં પૂરા જોશ અને ઉત્સાહથી રમત રમી છે. હવે, ૩૭ વર્ષની ઉંમરે તે આગ ઝડપથી બળતી નથી. ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, ’હું જાણું છું કે મારા પરિવાર – મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હોત. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ. તમે આરસીબીને બધું જ આપી દીધું છે અને હું તે મારા મનમાં જાણું છું. તમે આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છો તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે ચીયર કરવાનું અને હું તમારી સાથે રમવાનું મિસ કરીશ. આઈ લવ યુ… અને હું હંમેશા તમારો નંબર-૧ ફેન રહીશ. આરસીબીના ટિ્‌વટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ડી વિલિયર્સે કહ્યું, ’મેં