પાલીતાણા ખાતે આદીનાથ ભગવાનના જયઘોષ સાથે શેત્રુંજય યાત્રાનો પ્રારંભ

122

પ્રથમ દિને દેશ-વિદેશથી પધારેલા ૫ હજારથી વધુ જૈન શ્રાવક-શ્રાવિકા સાધુ-ભગવંતો એ યાત્રા પૂર્ણ કરી
વિશ્વવિખ્યાત જૈન તિર્થક્ષેત્ર પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય પર્વત ખાતે આજરોજ કારતક સુદ પૂનમ સાથે પવિત્ર એવી શેત્રુંજય પર્વત યાત્રા નો પ્રારંભ થયો છે આજે પ્રથમ દિવસે દેશ તથા પરદેશ થી આવેલ ૫ હજાર થી વધુ જૈન સદ્દગૃહસ્થોએ વહેલી સવારે પર્વત પર યાત્રાનો આરંભ કર્યો હતો જૈન નગરી પાલીતાણામા સૌથી મોટી પેઢી આણંજી-કલ્યાણજી ના માર્ગદર્શન મુજબ યાત્રા નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો વહેલી સવારે શ્રદ્ધાળુઓએ આદીનાથ ભગવાન ના જયઘોષ સાથે પહાડી વાતાવરણ ગુજી ઉઠ્‌યું હતું પર્વતની ટૂંક પર પહોંચેલ જૈન શ્રાવકોએ ભગવાન આદીનાથજી ની પ્રક્ષાલન પૂજા થકી ધન્યતા અનુભવી હતી આણંજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી ગણ ના જણાવ્યા મુજબ આગામી શનિ-રવિ ના રોજ જૈન સદ્દગૃહસ્થો નું યાત્રા માટે વધુ આગમન થશે અને શ્રદ્ધાળુઓ ના ઘસારાને પહોંચી વળવા તમામ વ્યવસ્થા ઓ ગોઠવવામાં આવી છે.

Previous articleઓલરાઉન્ડર ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે