ઘરે અનેક વિષયો પર ચર્ચા કરે છે અભિનેત્રી યામી

92

૧૦ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી યામી ગૌતમ માટે આ વર્ષ તેની લાઈફનું સૌથી સારૂ વર્ષ રહ્યું છે, કારણ કે આ વર્ષે રાઈટર અને ડિરેક્ટર આદિત્ય ધર સાથે તેણે લગ્ન કર્યા છે. તો યામી ગૌતમની પાઈપલાઈનમાં તમામ ફિલ્મો છે. યામી ગૌતમે વાતચીત કરી હતી. યામી ગૌતમે પોતાના પતિ આદિત્ય ધરને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. યામી ગૌતમને પૂછવામાં આવ્યું કે તમે એક ફિલ્મ મેકર સાથે લગ્ન કરી લીધા છે તો શું તમે ઘરે આઈડિયા પર વાતચીત કરો છો? આના જવાબમાં યામી ગૌતમે કહ્યું કે, અમે ઘણા બધા આઈડિયા પર વાત કરીએ છીએ. અમે ચીજવસ્તુઓને એક સાથે જોવાનું પસંદ કરીએ છીએ અને પછી તેના પર ચર્ચા કરીએ છીએ તથા એ મજેદાર હોય છે. અમે કેટલુંક સારૂ જોઈએ છે અને આ રીતે દિવસ ખતમ થઈ જાય છે. તેમનો અને મારો દિવસ ગમે તેટલો લાંબો ભલેને હોય, તેને કંઈ સારૂ જોતા ખતમ કરવાનો હોય છે અને અમે તેના પર ચર્ચા કરીએ છીએ. યામી ગૌતમે આગળ જણાવ્યું કે, બીજા દિવસે અમે એક્ટર્સના ઈમોશન્સ અને પરફોર્મન્સ પણ ચર્ચા કરીએ છીએ. અમે ન માત્ર એ ફિલ્મો માટે પરંતુ સામાન્ય રીતે કોઈ પણ ચીજવસ્તુ પર ચર્ચા કરીએ ઠીએ. એ સારૂ છે કે તમે આ વાતો પર કોઈ એવા વ્યક્તિ સાથે ચર્ચા કરી શકો છો કે જેમની સલાહ મારા માટે ખૂબ જ મહત્વની હોય છે. હું સાચે જ તેમની તરફ જોઉ છું. તો આ રીતે અમે આઈડિયા પર ચર્ચા કરીએ છીએ. મહત્વનું છે કે, આદિત્ય ધરની ફિલ્મ ઉરીઃ ધ સર્જીકલ સ્ટ્રાઈકમાં યામી ગૌતમે પણ કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેણે એક રો એજન્ટનો રોલ નિભાવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, યામી ગૌતમ અને આદિત્ય ધર આ જ ફિલ્મના સમયથી એકબીજાના સંબંધમાં હતા. જો કે, બંનેએ ક્યારેય આ વાતને લઈને ક્યારેય કોઈ ચર્ચા કરી નહોતી. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, યામી ગૌતમ છેલ્લે ફિલ્મ ભૂત પોલીસમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને જેક્લીન ફર્નાન્ડિસ સાથે નજરે પડી હતી. હવે યામી ગૌતમ દસવી, એ થર્સડે, લોસ્ટ, ઓ માય ગોડ ૨ ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. આદિત્ય ધર એક પ્રખ્યાત ડિરેક્ટર, રાઈટર અને ગીતકાર પણ છે. તેઓએ વર્ષ ૨૦૧૯માં ફિલ્મ ઉરીઃ ધ સર્જીકલ સ્ટ્રાઈક બનવી હતી અને તેના માટે તેઓને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. મહત્વનું છે કે, આદિત્ય ધરે આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યુ હતુ.

Previous articleખોડીયારનગરની ક્યૂટ બેબી ધ્વનિ સોલંકીનો આજે જન્મદિવસ
Next articleમેં જીવનભર રંગભેદનો સામનો કર્યો : લક્ષ્મણ શિવરામકૃષ્ણ