વલ્લભીપુર પાલિકાના કર્મચારીઓના ઉપવાસ આંદોલનનો આખરે સુખદ અંત

108

૧૮ વર્ષોથી કામ કરતા કર્મીઓનો પગાર નવી બોડીએ ઘટાડતા બેઠા હતા ઉપવાસ પર
નગરપાલિકાના કર્મચારીઓ ઓછા પગાર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ આંદોલન પર બેઠા હતા. જેની માંગણી સંતોષાઈ જતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.છેલ્લા અઢાર વર્ષથી નગરપાલિકામાં કર્મચારી તરીકે સેવા આપતા કર્મચારીઓનો પગાર ઘટાડી દેવામાં આવ્યો હતો. આથી ઘટાડેલો પગાર ન સ્વીકારતા કર્મચારીઓ અઢી માસથી વેતનથી વંચિત હતા. શુક્રવારે વલ્લભીપુરના તમામ જ્ઞાતિના આગેવાનોએ ચીફ ઓફિસરને કર્મચારીઓની તરફેણમાં આવેદન પત્ર આપ્યું હતું. પ્રબળ લોક લાગણી જોતા અને આગેવાનોની તર્કબદ્ધ સમજાવટના અંતે આખરે ઘટાડેલો પગાર અગાઉ જેટલો જ કરી આપવાની બાંહેધરી અપાતા અંતે કર્મચારીઓની ભૂખ હડતાળનો સુખદ અંત આવ્યો હતો. આ તકે ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખે ઉપવાસીઓને શરબત પીવડાવી પારણા કરાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે ૧૬ કર્મચારીઓનું લઘુતમ વેતન અગાઉ રૂપિયા ૫૫૫ પ્રતિ દિન ચુકવવામાં આવતું હતું એ ઘટાડીને રૂ.૩૬૫ કરી દેવાતા કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની મનસ્વી નીતિને કારણે ૧૬ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા.

Previous articleભાવનગર જિલ્લામાં આજે એક કોરોનાનો કેસ નોંધાયો
Next articleશિક્ષણ મંત્રીએ તેમના મત વિસ્તારમાં ૭૦ લાખના ખર્ચે નિર્માણ થનાર આરસીસી રોડના કર્યા ખાતમુહૂર્ત