કંસારાના કાંઠે સફાઈના શ્રીગણેશ

229

અડચણરૂપ બાવળો દૂર કરી સાફ સફાઇ હાથ ધરી
શહેરમાં બહુચર્ચિત એવાં કંસારાના કાંઠા પર ખડકાયેલ એક હજારથી વધુ રહેણાંકી મકાનોના દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા તખ્તો ઘડાઈ રહ્યો છે ત્યારે આજરોજ બીએમસી ની ટીમ દ્વારા સાફસફાઈ સાથે ગેરકાયદે વસતાં લોકો ને ચેતવણી આપી બાવળોના ઝુંડ અને અન્ય કચરો દૂર કર્યો હતો. શહેરમાં વિવિધ સળગતા અને પ્રસાર માધ્યમોમાં આજકાલ છવાયેલા વિવિધ મુદ્દાઓ પૈકી એક એવા કંસારાના કાંઠે એક હજારથી વધુ કાચાં પાકાં મકાનોનુ વિશાળ દબાણ કંસારા શુદ્ધિકરણ પ્રોઝેક્ટ માં સૌથી મોટું બાધારૂપ કારણ છે અને હવે અંતિમ તબ્બક્કે પહોંચીલી કોર્ટ મેટર-ચુકાદા પર તંત્ર એ મિટ માંડી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ની ટીમ સવારે કંસારાના કાંઠે પહોંચી હતી અને જેસીબી ની મદદથી બાવળોના ઝુંડ અને અન્ય કચરો દૂર કર્યો હતો એ સાથે આગામી દિવસોમાં મકાનો દૂર કરવામાં આવશે એવી ચેતવણી પણ દબાણકર્તાઓને આપવામાં આવી હતી પરીણામે અનેક પરીવારોએ તકેદારીના ભાગરૂપે મકાનો માથી સર સામાન અન્યત્ર સ્થળે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleએસ.ટી. મહામંડળના સતુભા ગોહિલ અને હરદેવસિંહની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ
Next articleશહેરના સિંધુનગરમાં પ્લાસ્ટિકડ્રાઈવ ટીમ અને વેપારીઓ વચ્ચે ગરમા-ગરમી જામી