એસ.ટી. મહામંડળના સતુભા ગોહિલ અને હરદેવસિંહની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ

40

એસ. ટી કર્મચારી મહામંડળ (ગુજરાત)ના પ્રમુખ સ્વ. સતુભા ભાવસિંહ ગોહિલ અને સ્વ. હરદેવ સિંહ નટુભા ગોહિલ ની સ્મૃતિ માં અને શ્રદ્ધાંજલિ અર્થે એસ. ટી કર્મચારી મંડળ – ભાવનગર દ્વારા ભાવનગર બ્લડ બેંક ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાજર રહેલ એસ. ટી. કર્મચારી મહામંડળ ના ઉપપ્રમુખ શ્રી દિલપસિંહ ભાઇ ગોહિલ,કાર્તિકભાઈ પાઠક, મુસ્તુફા ભાઇ ગોગદા, ભાવનગર વિભાગ ના પ્રમુખ શ્રી સુખદેવ સિંહ ભાઇ જાડેજા,કાર્યકારી પ્રમુખ જયદેવ સિંહ એચ.ગોહિલ, સંજય સિંહ એચ.ગોહિલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ એસ.ટી. કર્મચારી મંડળ અને મહામંડળ ના કાર્યકરો મુસ્તકભાઈ મેઘાણી, શબ્બર ભાઇ ભોજાણી અને અન્ય કાર્યકરો એ હાજરી આપેલ. આ રક્તદાન કેમ્પ માં કર્મચારી ઓ એ રક્તદાન કરેલ.આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લા ઓ માં આજ ની તારીખ માં સ્વ. સતુભાબાપુ ગોહિલ ના માસિક પુન્ય તિથિ નિમિતે રક્તદાન શિબરનું આયોજન કરી સ્વ. સતુભાબાપુને માનવતાભરી શ્રદ્ધાંજલી અર્પણ કરી તેની માનવતા વાદી કાર્યને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. ઈશ્વર- અલ્લાહ સતુભા બાપુ ને તેમજ હર્દેવ સિંહ બાપુના આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના કરી કાર્યકરો એ શ્રદ્ધાંજલિ પાઠવેલ છે.આ કાર્યક્રમ વલભીપુર તાલુકા રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી દિલીપસિંહજી ગોહિલની ઉપસ્થિત માં યોજવવામાં આવેલ.