ભાવનગર જિલ્લામાં આજે ઘણા લાંબા સમય બાદ એકી સાથે ૧૦ કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ

110

ભાવનગરમાં સતત અઠવાડિયા થી દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ એક સાથે ૧૦ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેમાં શહેરમાં ૪ પુરુષ અને ૬ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એકપણ કેસ નોંધાયો નહીં, આમ, શહેરમાં દર્દીની સંખ્યામાં વધીને ૨૧ પર પોહચી છે જ્યારે ગ્રામ્યમાં ૨ દર્દી મળી કુલ ૨૩ પર પોહચી છે, ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૩૬ કેસ પૈકી હાલ ૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleકાપડ ઉદ્યોગ પર જીએસટી વધારાનો વિરોધ
Next articleએસ.ટી. મહામંડળના સતુભા ગોહિલ અને હરદેવસિંહની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ