ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરતાં રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ

51

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ગાર્ડ ઓફ ઓનર સાથે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલાં ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કરવાં માટે એરપોર્ટ ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, એસ.પી. જયપાલસિંહ રાઠૌર, એ.એસ.પી. સફિન હસન, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.