કોળીયાક તિર્થ સમુદ્ર કિનારા પર યોજાયું સફાઈ કાર્ય યોજાયું

367

પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાર્ય એટલે ઈશ્વરનું કાર્ય – ગરીબરામબાપુ
નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે અમાસ પર્વે ભારે ભીડ વચ્ચે કાર્યકર્તા સેવકો દ્વારા કથા વક્તા હરસિધ્ધીદીદીના સંકલન સાથે સફાઈ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
વરતેજ નાની ખોડિયાર માતાજી જીવદયા સંસ્થા દ્વારા શરૂ થયેલા પ્રકૃતિ સંસ્કૃતિ સમન્વય અભિયાન દ્વારા કોળિયાક તિર્થ સમુદ્ર કિનારા પર યોજાયેલા સફાઈ કાર્યમાં ગરીબરામબાપુએ જણાવ્યું કે, પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાર્ય એટલે ઈશ્વરનું કાર્ય છે. કોળિયાક ખાતે આ પ્રસંગે વિશ્વાનંદમયી માતાજીએ પર્યાવરણ સંવર્ધનના આ કામને કૃષ્ણ કાર્ય સાથે સરખાવ્યું હતું. આ સમુદ્ર કિનારે ભારે ચિંતાજનક સ્થિતિમાં પૂજા સામગ્રી સાથે પર્યાવરણને હાનિકારક વસ્તુઓ પદાર્થ પધરાવતા હોઈ, આ કચરો સાફ કરાયો હતો. સાધુ સમાજના અગ્રણી વિશ્વંભરદાસબાપુ, પ્રવિણગીરી ગોસ્વામીજી, સહયોગી પત્રકાર પ્રેમ કંડોલિયા, વનવિભાગના હાર્દિકસિંહ ગોહિલ દ્વારા અભિયાનને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.અભિયાનના પ્રેરક હરસિધ્ધીદીદીના આયોજન સાથે આગામી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ અહીંયા કરાયો. આજના સંકલનમાં ભાવિકભાઈ ગોહિલ સાથે ગુજરાત જળ બિરદારીના સંયોજક મૂકેશ પંડિત રહ્યા હતા. અહીંયા કોળિયાકના સરપંચ જગદીશભાઈ સોલંકી સાથે કાર્યકર્તા અંસારઅલી કાનાણી જોડાયા હતા.

Previous articleભાવનગર જિલ્લામાં આજે ૧૦ નવા કોરોનાના કેસ નોંધાયા, શહેરમાં ૯ અને જિલ્લામાં ૧
Next articleખેડૂતપુત્રી રીમાબેન ઉદયસિંહ ઝાલાએ જી.પી.એસ.સી. ક્લાસ ૧ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી ડીવાય. એસ. પી. તરીકે નિયુક્તિ મેળવી