જુની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોની વિરાટ રેલી

55

ભાવનગર જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના બહાલી માટેની રેલી કર્મચારીઓની રેલી નહીં પણ કર્મચારીઓની હેલી બની ગઈ હતી! આજના કાર્યક્રમમાં ૩૦૦૦ જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, આરોગ્ય કર્મચારી સંઘ, જિલ્લા પંચાયત વહીવટી કર્મચારી સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, માધ્યમિક આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, પી.જી.વી.સી.એલ. કર્મચારી સંઘ, નગર પ્રાથમિક શિક્ષક સંઘ, હિસાબી યુનિયન સહિતના હોદેદારો એકમત થઈ જોડાયા હતા. આજના કાર્યક્રમમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના ભાવનગરના પ્રમુખ મધુકર ઓઝા એ માહિતી આપતા જણાવેલ કે સરકાર નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના શરૂ કરવા માટે આ રેલી હતી. રેલીના અંતમાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

Previous articleડો.પ્રકાશભાઈ ભટ્ટ સાહેબ દ્વારા મહુવા ખાતે મહુવાના તમામ ડોક્ટરોની હાજરીમાં ન્યુરોલોજીનું પ્રેઝન્ટેશન રજુ કરાયું
Next articleઅગ્નિશમન સપ્તાહ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવાઈ