આજે ૫૭૦ કોરોનાના કેસ નોંધાતા ફફડાટ, ૧૫૬ કોરોનાને માત આપી

107

શહેરમાં ૨૧૧૨ અને ગ્રામ્યમાં ૩૪૧ દર્દીઓ મળી કુલ ૨૪૫૩ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે ૫૭૦ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૫૨૬ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૯૨ પુરુષનો અને ૨૩૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૧૩૦ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૪૪ કેસ નોંધાયા હતા, જેમાં ૨૬ પુરુષનો અને ૧૮ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૨૬ દર્દીઓ કોરોનાને માત આપી હતી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૩૦ અને તાલુકાઓમાં ૨૬ કેસ મળી કુલ ૧૫૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૧૧૨ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૪૧ દર્દી મળી કુલ ૨૪૫૩ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૩ હજાર ૮૦૩ કેસ પૈકી હાલ ૨૪૫૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૪ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleદેશભરમાં સમાન બિલ્ડર-બાયર્સ એગ્રીમેન્ટ લાગુ કરવા કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટનો આદેશ
Next articleસુરતમાં રાજધાની ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગતા ભાવનગરની પરણિત મહિલાનું દાઝી જતા મોત