સુરતમાં રાજધાની ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગતા ભાવનગરની પરણિત મહિલાનું દાઝી જતા મોત

89

સિંધી પરિવારના વિશાલ અને તાન્યા બસમાં ફસાઇ ગયા હતા : પતિ પણ દાઝ્‌યો : બસમાં ૧૨ મુસાફરો હતા, અન્ય આગળથી બેસવાના હતા : જો ઘટના થોડી મોડી બની હોત તો મૃત્યુઆંક ખુબ મોટો રહ્યો હોત
સુરત શહેરથી ગત રાત્રે ભાવનગર આવવા રવાનાં થયેલી ખાનગી ટ્રાવેલ્સ ની બસ સુરતમાં આવેલ હિરાબાગ વિસ્તારમાં અકસ્માતે સળગી ઉઠતાં બસમાં સવાર એક મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેનું મોત નિપજ્યું હતું જયારે મૃતક મહિલાનો પતિ બસ માથી નિચે પટકાતા ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે સુરતનાં કાપોદ્રા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસ નં- જી-જે-૪-છ્‌- ૯૯૬૩ નિત્યક્રમ મુજબ સુરતનાં કતારગામ થી રાત્રે નવ કલાકે ઉપડી હતી અને સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રવાસીઓને બેસાડી આગળ વધી રહી હતી.

એ દરમ્યાન હિરાબાગ સર્કલ પાસે પહોંચતા બસ ડ્રાઈવર ઈર્ષાદ ના ધ્યાને બસમાં કશું સળગી રહ્યું હોવાનું ધ્યાને આવતા બસને રોડપર અટકાવી બસમાં સવાર ઉતારૂઓને ઝડપથી નિચે ઉતરી જવા જણાવ્યું હતું આ બસ માથી માથી તમામ મુસાફરો ઉતરી ગયા હતા પરંતુ એક કપલ જેમાં વિશાલ નારાયણ નવલાણી ઉ.વ.૩૨ તથા તેની પત્ની તાન્યા વિશાલ નવલાણી ઉ.વ.૩૦ ફસાઈ ગયા હતા દરમ્યાન આગને પગલે બસમાં ધૂંમાડો થતાં દંપતી નો શ્ર્‌વાસ રૂંધાતા વિશાલે બસની બારી માથી નિચે ઉતરવાનો પ્રયત્ન કરતાં નિચે પટકાયો હતો અને ગંભીર ઈજા પહોંચી હતી પરંતુ કમનસીબ પત્ની તાન્યા બસ બહાર ન નિકળી શકતા તે ગંભીર રીતે દાઝી જતાં તેણીએ ઘટના સ્થળે દમ તોડ્યો હતો ટ્રાફિકથી ધમધમતા રોડપર બસમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી એ દરમ્યાન ફાયરબ્રિગેડનો કાફલો તથા કાપોદ્રા પોલીસ ની ટીમ સ્થળપર દોડી આવી હતી અને આગપર કાબૂ મેળવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ આ કરૂણાતિકામાં ભોગ બનનાર તાન્યાના હાલમાં જ વિશાલ સાથે લગ્ન થયા હતા અને બન્ને ગોવા હનિમુન કરવા ગયા હતા. ગોવાથી સુરત પરત આવી અને ટ્રાવેલ્સની બસમાં તેઓ પોતાના ઘરે ભાવનગર આવવા નિકળ્યા હતા. ત્યારે સર્જાયેલ આ અકસ્માતમાં તાન્યાએ જીવ ગુમાવ્યો હતો. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ લોકોમાં થતી ચર્ચાઓ મુજબ બસમાં લગાવેલ એ.સી નું કંમ્પ્રેસર ઓવરહિટ થતાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી આ આગનો ભોગ બનનાર દંપતી ભાવનગર રહે છે અને તાજેતરમાં સુરત સબંધીઓને મળવા તથા ફરવા આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું આ બસમાં ભાવનગર આવવા માટે કુલ ૨૫ પેસેન્જરો એ બુકિંગ કરાવ્યું હતું જેમાં ૧૨ મુસાફરો બેઠા હતા જયારે બાકીના પ્રવાસીઓને આગળનાં વિસ્તારોમાંથી પીક કરવાનાં હતાં આ બનાવને પગલે રાજધાની બસના સંચાલક સવારે ડ્રાઈવર સાથે કાપોદ્રા પોલીસ મથકે પહોંચી ગયા હતાં જેથી પોલીસે ડ્રાઈવર તથા બસ માલિક ની પુછપરછ હાથ ધરી છે.

Previous articleઆજે ૫૭૦ કોરોનાના કેસ નોંધાતા ફફડાટ, ૧૫૬ કોરોનાને માત આપી
Next articleકોરોના સાથે તાવ-શરદીના રોગચાળાએ માથું ઉંચક્યું