ઢોલ અને શરણાઇના લુપ્ત થતા દિવસો

172

લગ્નની સિઝન આવે એટલે લોકોને ઢોલ અને શરણાઈ સુરની યાદ આવે. એક દાયકા પહેલા જ્યારે કોઈના ઘરે લગ્ન પ્રસંગ આવતો ત્યારે અઠવાડિયા અગાઉથી જ ઢોલીને બુક કરાવી લેતા અને દરરોજ સવાર-સાંજ ઢોલી તથા શરણાઇ વાળા આવી ઢોલ વગાડી જતા અને લગ્નમાં મામેરુ, ફુલેકુ તેમજ પસ-પીઠીમાં પણ ઢોલ વગાડવાનું ચલણ હતુ જેનું સ્થાન હવે ડીજેએ લઈ લીધું છે ગામડામાં તો હજુ આ પ્રથા મહદંશે શરૂ છે પરંતુ શહેરમાં ઢોલ અને શરણાઈનું ચલણ ખૂબ જ ઓછુ થઈ જવા પામ્યું છે જોકે હજુ ઘણા પરિવારોમાં ઢોલ અને શરણાઈનું મહત્વ જળવાઇ રહ્યું છે શહેરના એક વિસ્તારમાં આજે લગ્ન પ્રસંગમાં ઢોલ અને શરણાઈ જોવા મળ્યા હતા. લુપ્ત થતાં ઢોલ અને શરણાઇના સંગીતના કારણે ઢોલીઓ પણ બેરોજગાર બની ગયા છે

Previous articleસતત બીજા દિવસે ૫૫૦ કેસ નોંધાયા, ૨૩૮ કોરોનાને માત આપી
Next articleઅસહ્ય વિલંબને પગલે ધરતીપુત્રોની ધીરજ ખૂટી