સતત બીજા દિવસે ૫૫૦ કેસ નોંધાયા, ૨૩૮ કોરોનાને માત આપી

359

આજે ભાવનગરમાં નવા ૫૮૭ કોરોનાના કેસ નોંધાયા : શહેરમાં ૨૪૩૮ અને ગ્રામ્યમાં ૩૬૪ દર્દીઓ મળી કુલ ૨૮૦૨ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, આમ, ભાવનગરમાં સતત બીજા દિવસે પણ ૫૫૦ ઉપર કેસ નોંધાયા હતા, ભાવનગર જિલ્લામાં આજે ૫૮૭ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૫૨૯ નવા કેસ નોંધાયા હતા જેમાં ૩૧૩ પુરુષનો અને ૨૧૬ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૨૦૩ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૫૮ કેસ નોંધાયા હતા, જેમાં ૩૬ પુરુષનો અને ૨૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૩૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦૩ અને તાલુકાઓમાં ૩૫ કેસ મળી કુલ ૨૩૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૪૩૮ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૬૪ દર્દી મળી કુલ ૨૮૦૨ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૫ હજાર ૩૯૦ કેસ પૈકી હાલ ૨૮૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૪ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર શહેર ભાજપ સહિત રાજ્યના ૫૭૯ મંડલોના ૪૦૦૦૦ થી વધુ કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ
Next articleઢોલ અને શરણાઇના લુપ્ત થતા દિવસો