શહેરમાં પ્લાસ્ટિક ડ્રાઈવ ટીમ અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ

163

ભાવનગર શહેરમાં બીએમસી ની પ્લાસ્ટિક ડ્રાઈવ ટીમ તથા વેપારીઓ વચ્ચે તું…તું….મેં….મેં થતાં મામલો ગરમાયો હતો આ ડખ્ખો પોલીસ મથકે પહોંચે એટલી જ વાર હતી પરંતુ મહાનગરપાલિકા ના એક હોદ્દેદારે સમયસર દરમ્યાનગીરી કરતાં વાત વણસતી અટકી હતી. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરમાં છાશવારે બીએમસી ની માસ્ક ડ્રાઈવ ટીમ પ્લાસ્ટિક ડ્રાઈવ ટીમ અને લોકો વેપારીઓ વચ્ચે તડ-જડ થવી એ કોઈ નવી વાત નથી ત્યારે આજે ફરી એકવાર પ્લાસ્ટિક ડ્રાઈવ ટીમ અને વેપારીઓ વચ્ચે ચડ-ભડ થવાની ઘટના જાણવા મળી છે જેમાં બીએમસી ની ટીમ શહેરની ઉંડીવખાર બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ તથા વેચાણ કરતાં વેપારીઓ ની દુકાનો-ગોડાઉનોમા સર્ચ માટે પહોંચતા વેપારીઓ એ વિરોધ શરૂ કર્યો હતો છતાં અધિકારીઓ એ મક્કમ મને કાર્યવાહી શરૂ રાખતાં મામલો બિચક્યો હતો અને વણસેલી વાત પોલીસ મથકે પહોંચે એવી તૈયારીમાં જ હતી પરંતુ એ દરમ્યાન ભાવનગર મહાનગરપાલિકા માં શાસકપક્ષ ના એક હોદ્દેદારે સમયસર દરમ્યાનગીરી કરતાં મામલો થાળે પડ્યો હતો અને વાત વણસતી અટકી હતી આજની ઘટના માં એક અગ્રણી રાજકીય વ્યક્તિ એ અધિકારીઓ ને બરાબર ખખડાવ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે છાશવારે સર્જાતા આવા વિવાદો કયારે અટકશે એ કહેવું મુશ્કેલ છે.!

Previous articleવધતા જતા કોરોના સંક્રમણને લીધે ભાવનગરની વી.સી.લોઢાવાળા હોસ્પિટલે કોવિડ સારવાર અને તપાસ માટે ફ્રી ઓપીડી શરૂ કરી
Next articleઆજે ભાવનગરમાં ૪૪૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૬૦ કોરોનાને માત આપી, જ્યારે ગ્રામ્યમાં ૧નું મોત