આજે ભાવનગરમાં ૪૨૮ નવા કોરોનાના કેસ નોંધાયા, જ્યારે શહેરમાં ૧નું મોત

85

શહેરમાં ૨૮૧૧ અને ગ્રામ્યમાં ૩૩૫ દર્દીઓ મળી કુલ ૩૧૪૬ એક્ટિવ કેસ, ૩૭૬ કોરોનાને માત આપી
ભાવનગર જિલ્લામાં આજે ૪૨૮ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૩૯૯ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૭૩ પુરુષનો અને ૧૨૬ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૨૩ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૯ કેસ નોંધાયા હતા, જેમાં ૧૮ પુરુષનો અને ૧૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૫૩ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે શહેરમાં એક નું મોત થયું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૨૩ અને તાલુકાઓમાં ૫૩ કેસ મળી કુલ ૩૭૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૮૧૧ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૩૫ દર્દી મળી કુલ ૩૧૪૬ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૬ હજાર ૬૯૪ કેસ પૈકી હાલ ૩૧૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૬ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleભાવનગર જિલ્લામાં ૮૬૮૫ વ્યક્તિએ બુસ્ટર ડોઝ લઇ લીધો
Next articleગોહિલવાડની જૂની રાજધાનીનું વિહંગમ દશ્ય