ભાવનગરના શિશુવિહાર પટાંગણમાં નેત્રયજ્ઞ યોજાયો, 171 જરૂરિયાતમંદ દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરાઈ

111

કેટ્રેક સર્જરી માટે 20 દર્દીઓને 15 એટેડન સાથે વિરનગર લઈ જવામાં આવ્યા
ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ જયંત વાનાણીનાં પિતા સ્વ.નાનાલાલ વાનાણીનાં સ્મરણાર્થે શિશુવિહાર સંસ્થામાં 429મો નેત્રયજ્ઞ યોજાયો હતો. તેમજ હર્ષાબહેન મહેન્દ્રભાઈ શાહનાં(ભાવનગર) સૌજન્યથી 430મો નેત્રયજ્ઞ આજરોજ શુક્રવારના રોજ શિશુવિહાર પટાંગણમાં યોજાયો હતો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા નેત્રયજ્ઞમાં 171 દર્દીઓની આંખ તપાસ ડૉ.જગદીશ મહેતાની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષી ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે 20 દર્દીઓને 15 એટેડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે હર્ષાબહેન મહેન્દ્રભાઈ શાહનાં સૌજન્ય થી 430માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 15 દર્દી અને 15 એટેડનને તા.31 જાન્યુઆરીનાં રોજ વીરનગર લઇ જવામાં આવશે, દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Previous articleફરી બે દિવસ કાતિલ કોલ્ડવેવની આગાહી, ગુજરાત ફરી ઠંડીમાં ઠુંઠવાયું
Next articleભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીના બે બનાવોમાં ત્રણ યુવાનોને ઈજા