બજેટ પેપરલેસ હશે, હલવા સેરેમનીને બદલે મીઠાઈ અપાઈ

87

સામાન્ય રીતે બજેટ પ્રિન્ટીંગનુ કામ હલવા સેરેમની સાથે શરૂ થાય જે બાદ બજેટ તૈયારીમાં લાગેલા તમામ અધિકારી બંધ થઈ જાય છે
નવી દિલ્હી,તા.૨૮
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી સપ્તાહની શરૂઆતમાં લોકસભામાં બજેટ રજૂ કરવાના છે. કોરોના મહામારીની નવી લહેર વચ્ચે આવી રહેલા આ બજેટથી લોકોને ઘણી આશા છે.
આ દરમિયાન નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે આ વખતે પણ બજેટ પેપરલેસ રહેવાનુ છે. લોકસભાના તમામ સદસ્યો સહિત અન્ય તમામ લોકોને બજેટની ડિજિટલ કોપી આપવામાં આવશે. મહામારીને જોતા આ વખતે હલવા સેરેમનીનુ આયોજન પણ થયુ નથી. સામાન્ય રીતે બજેટ પ્રિન્ટીંગનુ કામ હલવા સેરેમની સાથે શરૂ થાય છે. જે બાદ બજેટ તૈયાર કરવામાં લાગેલા તમામ અધિકારી મંત્રાલયના બેસમેન્ટમાં બંધ થઈ જાય છે જ્યારે લોકસભામાં બજેટ રજૂ થઈ જાય છે, તે બાદ જ તેઓ કોઈને મળી શકે છે. જોકે આ વખતે હલવા સેરેમનીનુ આયોજન થયુ નથી બજેટની તૈયારીમાં લાગેલા લોકોને હલવાની જગ્યાએ મિઠાઈઓ આપવામાં આવી છે. નિવેદનમાં જણાવાયુ છે કે આ વખતે પણ બજેટ પેપરલેસ રહેશે. આ મોબાઈલ એપ દ્વારા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારે ગયા વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કર્યુ હતુ. જે બાદ યુનિયન બજેટ મોબાઈલ એપ ઉપલબ્ધ છે. હિન્દી અને અંગ્રેજી બંનેમાં ઉપલબ્ધ આ એપને યુનિયન બજેટની વેબસાઈટથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે. આ સિવાય આ એપ એન્ડ્રૉયડ અને આઈઓએસના એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. બજેટના તમામ દસ્તાવેજ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ થશે.

Previous articleઅનામતના માપદંડોમાં હસ્તક્ષેપનો સુપ્રીમનો ઈનકાર
Next articleસાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરાયો