ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા વિદ્યાધીશ વિદ્યા સંકુલ ખાતે રંગોળી કાર્યક્રમ યોજાયો

88

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા વિદ્યાધીશ વિદ્યા સંકુલ ખાતે રંગોળી કાર્યક્રમ યોજાયો હતો જેમાં જુદી જુદી શાળાના ૭૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો,સમગ્ર ભારતમાં આઝાદી કા મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા ભારત સંઘ દ્વારા કળિયાબીડ ખાતે આવેલ વિદ્યાધીશ વિદ્યાસંકુલ સંયુક્ત ઉપક્રમે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રંગોળી સ્પર્ધા નો મુખ્ય હેતુ ભારતના વિભિન્ન રંગો થી વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળી બનાવવામાં આવી હતી, આઝાદીના રંગો પુરી રાષ્ટ્રભાવના પ્રયોગ અનુભવ છે તેઓ ચિરોડી, અનાજ, કઠોળ, લીલા, પાંદડા, ફૂલો જેવી વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી ડિઝાઇન રંગોળી બનાવવામાં આવી હતી, તેમજ ૧૧ વાગે બે મિનિટનું મૌન પાળી દેશની આઝાદી પોતાની શહીદનું યોગદાન આપનાર વીર સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ૭૫ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ તથા શાળાના આચાર્ય વિશાલભાઈ ત્રિવેદી એ જહેમત ઉઠાવી હતી.

Previous articleઆજે ભાવનગરમાં ૧૪૮ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૧૧ કોરોનાને માત આપી
Next articleપાંચ વર્ષથી બંધ પીરોટન ટાપુ ૬ ફેબ્રુઆરીથી શરતો સાથે ખુલ્લો મૂકાશે